Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતની બહેન માટે સત્યનું જ મહત્વ,ભાઈ માટે માંગે છે ન્યાય

સુશાંત સિંહ રાજપૂતની બહેન માટે સત્યનું જ મહત્વ,ભાઈ માટે માંગે છે ન્યાય

29 July, 2020 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતની બહેન માટે સત્યનું જ મહત્વ,ભાઈ માટે માંગે છે ન્યાય

સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી સાથે

સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી સાથે


અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં પોલીસ બહુ બારીકાઈથી તપાસ કરી રહી છે. પરંતુ અભિનેતાના પિતા કે.કે.સિંહે સુશાંત સિંહ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતાની એફઆઈઆર બાદ બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને ન્યાયની અપીલ કરી છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તી અભિનેતાના મૃત્યુ બાદ સતત સોશ્યલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરતી હોય છે. તાજેતરમાં તેણે અભિનેતા માટે ન્યાયની અપીલ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેતાના પટના સ્થિત ઘરમાં યોજાયેલી પ્રેયર મિટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શનમાં લખ્યું છે કે, 'જો સત્ય તમારા માટે જરૂરી નથી તો કશું જ નથી. #જસ્ટિસફૉરસુશાંતસિંહરાજપૂત'



 
 
 
View this post on Instagram

If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) onJul 28, 2020 at 12:51pm PDT


શ્વેતા સિંહ કિર્તીની આ પોસ્ટ પછી સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સ કમેન્ટસનો વરસાદ વરસાવી રહ્યાં છે. સાથે જ એ વાતથી ખુશ પણ છે કે, અભિનેતાના પરિવારે ચુપ્પી તોડી છે અને ન્યાય માટે અવાજ પણ ઉપાડયો છે.


આ પણ વાંચો: સુશાંતના પિતાના આક્ષેપો બાદ શું રિયા ચક્રવર્તી આગોતરા જામીનની અરજી કરશે?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 37 લોકોની પૂછપરછ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK