૬ અઠવાડિયાં, ૪૩૩.૭૪ કરોડ

28 May, 2022 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘KGF : ચૅપ્ટર 2’ના હિન્દી વર્ઝને કર્યો આટલો બિઝનેસ

કેજીએફ 2

‘KGF : ચૅપ્ટર 2’ના હિન્દી વર્ઝને ૬ અઠવાડિયાંમાં ૪૩૩.૭૪ કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રશાંત ​નીલના ડિરેક્શનમાં બનેલી અને ૧૪ એપ્રિલે રિલીઝ થયેલી ‘KGF ઃ ચૅપ્ટર 2’માં કન્નડ સ્ટાર યશ, સંજય દત્ત, રવીના ટંડન, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં છે. ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. એના રાઇટ્સ ડિજિટલ પ્લૅટફૉર્મને ભારે રકમ સાથે વેચવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે. ફિલ્મે પાંચ અઠવાડિયાંમાં ૪૩૦.૯૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ શુક્રવારે ૦.૩૨, શનિવારે ૦.૫૫, રવિવારે ૦.૮૩, સોમવારે ૦.૩૨, મંગળવારે ૦.૨૮, બુધવારે ૦.૨૭ અને ગુરુવારે ૦.૨૨ની સાથે કુલ મળીને ૪૩૩.૭૪ કરોડનો વકરો કરી લીધો છે.

bollywood news bollywood bollywood gossips entertainment news box office