બ્રોક લેસનરના મૅનેજરે આપી ​રણવીર સિંહને વૉર્નિંગ

20 June, 2019 10:38 AM IST  | 

બ્રોક લેસનરના મૅનેજરે આપી ​રણવીર સિંહને વૉર્નિંગ

રણવીર સિંહને વૉર્નિંગ

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ના કુસ્તીબાજ બ્રોક લેસનરના મૅનેજર પૉલ હેમૅન દ્વારા રણવીર સિંહને વૉર્નિંગ આપવામાં આવી છે. મૅનેજરને WWEમાં ઍડ્વોકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેમૅન અને બ્રોક લેસનરે તેમના ટાઇમ દરમ્યાન એક ફ્રેઝ પૉપ્યુલર કર્યો હતો જે ‘ઈટ, સ્લીપ, કૉન્કર, રિપીટ’ છે. આ ફ્રેઝનો રણવીરે હાલમાં જ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો:રઈસના ડિરેક્ટરની મહિલાપ્રધાન ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન

વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ દરમ્યાન રણવીરે કૉમેન્ટ્રી કરી હતી. તે ઇન્ડિયન ક્રિકેટરને પણ મળ્યો હતો. હાર્દિક પંડ્યા સાથેનો ફોટો શૅર કરી રણવીરે કૅપ્શન આપી હતી કે ‘ઈટ, સ્લીપ, ડૉમિનેટ, રિપીટ. નામ છે હાર્દિક. હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા માય બૉય, તને કોઈ અટકાવી નહીં શકે.’રણવીરે ઉપયોગ કરેલા ફ્રેઝને કારણે હેમૅને ટ્‍વિટર પર રણવીર સિંહને એનો ઉપયોગ કરવા બદલ વૉર્નિંગ આપી છે. રણવીરે હજી સુધી એનો જવાબ નથી આપ્યો.

ranveer singh bollywood gossips gujarati mid-day