ફરી શરૂ થયું રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર પર કામ, ઑક્ટોબરથી શૂટ શરૂ

24 July, 2020 02:55 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

ફરી શરૂ થયું રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર પર કામ, ઑક્ટોબરથી શૂટ શરૂ

બ્રહ્માસ્ત્ર

અયાન મુખર્જીની મહાત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને કેટલાક સારા સમાચાર આવી રહ્યા છે. ચર્ચાઓ પ્રમાણે રણબીર-આલિયાની ફિલ્મનું શૂટિંગ ઘણાં સમયથી અટકેલું હતું. પણ હવે જ્યારે અનેક પ્રકારની છૂટછાટ મળી રહી છે, એવામાં અયાન મુખર્જી પણ ટૂંક સમયમાં જ પોતાના આ પ્રૉજેક્ટને પૂરું કરવા માગે છે.

ડબલ શિફ્ટમાં કામ કરશે આલિયા-રણબીર?
મિડ-ડેની રિપોર્ટ પ્રમાણે બ્રહ્માસ્ત્રનું શૂટિંગ ઑક્ટોબરમાં ફરી શરૂ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કારણકે પિલ્મને હવે કોરોના કાળમાં શૂટ કરવામાં આવશે. સેટ પર વધારે લોકોને પણ નહીં રાખવામાં આવે. ફિલ્મને આવતાં વર્ષે જૂનમાં રિલીઝ કરવાની તૈયારી છે, એવામાં ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં પૂરું થવું જરૂરી છે. આ સાથે જોડાયેલા સમાચાર છે કે કદાચ આલિયા અને રણબીર ડબલ શિફ્ટમાં કામ કરી શકે છે. તે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુદી કામ કરશે અને પછી 4થી 9 શૂટિંગ ચાલું રાખશે. એવામાં ફિલ્મ જલ્દી પૂરી થવાની આશા છે.

અમિતાભ કેવી રીતે કરશે શૂટ?
જણાવવાનું કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય રોલ ભજવતાં જોવા મળશે. પણ સરકારની ગાઇડલાઇન પ્રમાણે 65થી વધારેની ઉંમરના લોકોને શૂટિંગની પરવાનગી નથી. એવામાં ચર્ચાઓ છે કે અમિતાભના મામલે મેકર્સ છૂટની માગ કરી શકે છે કારણકે તેમના વગર ઘણાં સીન્સના શૂટ થવા શક્ય નથી. ચર્ચાઓ એ પણ છે કે શૂટિંગ દરમિયાન હવે ક્રોમા સ્ક્રીનનો ઘણો ઉપયોગ થઈ શકે છે. એવામાં શૂટિંગની રીત મોટાભાગે બદલાઇ શકે છે.

આ પણ વાંચો : બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું થતાં અમિતાભ બચ્ચને કહ્યું,થૅન્ક ગૉડ, સારી રીતે છુટકારો થયો

નોંધનીય છે કે આ ફિલ્મમાં રણબીપ કપૂર અને આલિયા ભટ્ટ સિવાય અમિતાભ બચ્ચન, મૌની રૉય, નાગાર્જુન, ડિમ્પલ કપાડિયા પણ છે. ફિલ્મના શૂટિંગ સેટ પરથી ઘણી તસવીરો સામે આવી ચૂકી છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. ફિલ્મ પહેલા આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવા પર વિચાર હતો. પણ કોરોનાને કારણે ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે.

Brahmastra bollywood bollywood news bollywood gossips alia bhatt ranbir kapoor amitabh bachchan