Box Office: લુકા છુપીએ પહેલા દિવસે કરી ધુઆંધાર કમાણી

02 March, 2019 01:58 PM IST  | 

Box Office: લુકા છુપીએ પહેલા દિવસે કરી ધુઆંધાર કમાણી

જાણો લુકાછુપીનું પહેલા દિવસનું બોક્સ ઑફિસ કલેક્શન

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ લુકા છુપીએ અપેક્ષા કરતા સારું પ્રદર્શન કરતા શાનદાર કમાણી કરી છે. લુકા છુપી કાર્તિકની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

ટ્રેડના જાણકારોના પ્રમાણે પહેલી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ લુકા છુપીએ પોણા આઠ કરોજની કમાણી કરી છે. જાણકારોના મતે મધ્યમ બજેટની આ ફિલ્મને 5 થી 6 કરોડનું કલેક્શન મળી શકે છે, પરંતુ કાર્તિકને મળેલા નવા નવા સ્ટારડમે આ પૂર્વાનુમાનોને ખોટા સાબિત કરી દીધા.

કાર્તિક આર્યને 2100માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કર્યું હતું. લવ રંજનની આ ફિલ્મ માત્ર 1 કરોડ 10 લાખનું ઓપનિંગ કલેક્શન પહેલા દિવસે કર્યું હતું. 2013માં આવેલી આકાશવાણીને માત્ર 35 લાખનું ઓપનિંગ મળ્યું હતું, જ્યારે 2014માં આવેલી સુભાષ ઘાઈની કાંચીને પહેલા દિવસે 85 લાખ મળ્યા હતા. 2015માં પ્યાર કા પંચનામા 2 આવી, જેણે 6.2 કરોડની કમાણી પહેલા દિવસે કરી હતી.

2017માં કાર્તિક ગેસ્ટ ઈન લંડનમાં નજર આવ્યા, આ ફિલ્મને માત્ર 2 કરોડ 10 લાખનું ઓપનિંગ મળ્યું હતું. જો કે 2018 કાર્તિકની કરિઅર માટે ટર્નિંગ પોઈન્ટ સમાન વર્ષ રહ્યું. લવ રંજનની ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ પહેલા દિવસે તો 6 કરોડ 42 લાખનું કલેક્શન કર્યું પરંતુ ફિલ્મે ઓવરઑલ 108 કરોડ 71 લાખનું કલેક્શન કર્યું. અને સાથે જ કાર્તિકની 100 કરોડની ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ગઈ, અને આ જ આશા લુકા છુપી પાસે પર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ લુકા છુપી રિવ્યૂઃ જાણો કેવી છે કાર્તિક આર્યન, કૃતિ સેનનની ફિલ્મ

લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ લુકા છુપી ફેમિલી ડ્રામા છે, જેમાં લિવ-ઈન રિલેશનશિપના પહેલૂને હ્યૂમર સાથે બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં કાર્તિક અને કૃતિની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અતુલ શ્રીવાસ્તવ છે.

kartik aaryan kriti sanon bollywood news