Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > લુકા છુપી રિવ્યૂઃ જાણો કેવી છે કાર્તિક આર્યન, કૃતિ સેનનની ફિલ્મ

લુકા છુપી રિવ્યૂઃ જાણો કેવી છે કાર્તિક આર્યન, કૃતિ સેનનની ફિલ્મ

01 March, 2019 02:11 PM IST | મુંબઈ
પરાગ છાપેકર

લુકા છુપી રિવ્યૂઃ જાણો કેવી છે કાર્તિક આર્યન, કૃતિ સેનનની ફિલ્મ

હલ્કી ફુલ્કી મનોરંજક ફિલ્મ છે લુકા છુપી

હલ્કી ફુલ્કી મનોરંજક ફિલ્મ છે લુકા છુપી


ફિલ્મઃ લુકા છુપી

સ્ટાર કાસ્ટઃ કાર્તિક આર્યન, કૃતિ સેનન, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક

વાર્તાઃ રોહન શંકર

નિર્દેશકઃ લક્ષ્મણ ઉતેકર

નિર્માતાઃ દિનેશ વિજન

નાના શહેરોનું પોતાનું એક નૈતિકતાનું માપદંડ હોય છે, તેની પોતાની સામાજિકતા હોય છે. મહાનગરોમાં ભલે આજનું યૂથ લિવ ઈન રિલેશન જેવી વ્યવસ્થા અપનાવી લે છે, ભલે કાયદાએ પણ તેને માન્યતા આપી છે, પરંતુ તો પણ નાના શહેરોમાં તેનો હજુ પણ સરળતાથી સ્વીકાર નથી થયો. ત્યાં આજે પણ એવા કિસ્સાઓ છે જ્યાં માતા-પિતાના કહેવાથી છોકરા-છોકરી એકબીજાને જોયા વગર લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. એવામાં લિવ ઈન જેવી વસ્તુઓ સામાજિક અને નૈતિક અપરાધની શ્રેણીમાં આવે છે.

એવામાં મથુરાના લોકલ ટીવી રિપોર્ટર ગુડ્ડૂ(કાર્તિક આર્યન) અને મથુરાની સંસ્કૃતિના ઠેકેદાર અને નેતા ત્રિવેદી જી(વિનય પાઠક)ની દીકરી રશ્મિ(કૃતિ સેનન)ના મનમાં પ્રેમના અંકુર ફૂટે છે. એવામાં રશ્મિ ઈચ્છે છે કે આ બંને લિવ-ઈનમાં રહે અને નક્કી કરે કે આગળ એકસાથે જિંદગી વિતાવી શકશે કે નહીં? ના પાડ્યા બાદ ગુડ્ડૂ તૈયાર થઈ જાય છે અને બંને ચાલી નીકળે છે ગ્વાલિયર. જ્યાં તેમણે કામ પર કરવાનું છે અને લિવ-ઈનમાં પણ રહેવાનું છે. મકાન ભાડા પર લઈને બંને લગ્ન કર્યા હોવાનું નાટક કરે છે અને તે પછી શું શું થાય છે..તેના પર આ ફિલ્મ આધારિત છે.

નિર્દેશકે એક સામાજિક મુદ્દો પકડ્યો છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં બહુ કાંઈ નથી બનતું પરંતુ સેકન્ડ હાફમાં જે થાય છે તેમાં તમે હસતા રહો છે. અભિનયની વાત કરીએ તો બંનેએ પોતાના પાત્રને પુરો ન્યાય આપ્યો છે. બંનેની કેમેસ્ટ્રી પણ સારી લાગી રહી છે. સાથે જ અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી આમાં વધારે હાસ્ય ઉમેરે છે. સિનેમેટોગ્રાફી, એડિટિંગ, પ્રોડક્શન પણ સારું છે.

આ પણ વાંચોઃ 10 કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવેલી કાર્તિક આર્યને



કુલ મળીને આ એક હલ્કી ફુલ્કી મનોરંજક ફિલ્મ છે, જેનો તમે આનંદ લઈ શકો છે.

રેટિંગઃ 5 માંથી 3.5 સ્ટાર


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2019 02:11 PM IST | મુંબઈ | પરાગ છાપેકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK