શ્રીદેવીનું સપનું પૂરું કર્યું બોની કપૂરે

07 August, 2019 12:32 PM IST  |  મુંબઈ ડેસ્ક

શ્રીદેવીનું સપનું પૂરું કર્યું બોની કપૂરે

શ્રીદેવી (ફાઇલ ફોટો)

બોની કપૂરે તેમની સ્વર્ગીય પત્ની શ્રીદેવીનું અધુરુ સપનું પૂરું કર્યું છે. શ્રીદેવી ૨૦૧૨માં જ્યારે ‘ઇંગ્લીશ વિંગ્લીશ’માં કામ કરી રહી હતી ત્યારે તામિલ સ્ટાર અજિત કુમારે તેને પ્રોમિસ કરી હતી કે તે એક દિવસ તેના પતિ બોની કપૂર સાથે જરૂર કામ કરશે. અજિત કુમાર અને બોની કપૂરની તામિલ ફિલ્મ ‘નેર્કોન્ડા પાર્વાઈ’ સિંગપોરમાં ગઈ કાલે રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચનની કોટરૂમ ડ્રામા ‘પિંક’ની આ તામિલ રીમેક છે. આ ફિલ્મ વિશે બોની કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર સવારે નવ વાગ્યે સિંગાપોરમાં ‘નેર્કોન્ડા પાર્વાઈ’નો પ્રીમિયર શો છે. હું ખૂબ જ ખુશનસીબ છું કે મારી પત્નિ શ્રીદેવીનું સપનું હું પૂરું કરી શક્યો છું. સુપરસ્ટાર અજિત કુમાર, ફિલ્મની ટીમ અને ટૅક્નિશ્યન વગર એ શક્ય નહોતું. હું હંમેશાં આ ફિલ્મને યાદ રાખીશ.’

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

bollywood events bollywood bollywood news bollywood gossips sridevi boney kapoor