આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને બોલીવુડે આપ્યો ટેકો

05 August, 2019 02:47 PM IST  |  મુંબઈ

આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને બોલીવુડે આપ્યો ટેકો

આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને બોલીવુડે આપ્યો ટેકો

હવેથી જમ્મૂ કશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. જમ્મૂ કશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતા બોલીવુડ કલાકારોએ તેનું સમર્થન કર્યું છે. પરેશ રાવલ, દિયા મિર્ઝા, ચેતન ભગત, વિવેક ઑબેરોય સહિતના કલાકારોએ ટ્વીટ કરીને સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવલે વડાપ્રધાન મોદીનો એક જૂનો ફોટો પોસ્ટ કર્યું છે. આ તસવીર સાથે એક એક્ટરે લખ્યું, તમને સો સો સલામ.

બીજા ટ્વીટમાં એક્ટરે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, 'કશ્મીરની ઘટનાઓને સબકા સાથ સબકા વિકાસ સાથે જોડો. આ ઈલાજ યોજના પણ હોય શકે છે.' આ ફોટો સાથે પરેશ રાવલે કહ્યું કે હવે કોઈ બીમાર નહીં પડે.


બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ આ નિર્ણય પર પ્રતિક્રિયા જાહેર કરી છે. દિયાએ લખ્યું, હું કશ્મીરમાં શાંતિની દુઆ કરું છું.


લેખક ચેતન ભગતે પણ આ મામલે એક બાદ એક ટ્વીટ કર્યા છે.


બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને આ નિર્ણય બાદ કાંઈ કહ્યું તો નથી પરંતુ તેના ટ્વીટથી એ તો સાફ થઈ જાય છે કે તે કેટલી ખુશ છે. રવીનાએ પોતાના ટ્વીટમાં ભારતના ધ્વજ વાળી અનેક ઈમોજી નાખી છે.


નરેન્દ્ર મોદીની બાયોપિકમાં લીડ રોલ નિભાવતા બોલીવુડ એક્ટર વિવેક ઓબેરૉયે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી અને અમિત શાહને અભિનંદન આપ્યા. વિવેકે લખ્યું કે, ધન્યવાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ..આ નિર્ણય માટે તમને સલામ છે.


શું છે સરકારનો નિર્ણય?
તમને જણાવી ગઈએ કે ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ કશ્મીરમાં ઐતિહાસિક ફેરફારની રજૂઆત કરી છે. તેમણે ત્યાંથી આર્ટિકલ 370 હટાવવાની ભલામણ કરી છે. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. અને આ સાથે જ જમ્મૂ કશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. અને લદ્દાખ પણ અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે.

આ પણ જુઓઃ કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, વાંચીને ખડખડાટ હસી પડશો

jammu and kashmir paresh rawal dia mirza vivek oberoi