ગુલાબો સિતાબોની દુનિયામાં કરો એક નજર, જલદી જોવા મળશે ટ્રેઇલર

19 May, 2020 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગુલાબો સિતાબોની દુનિયામાં કરો એક નજર, જલદી જોવા મળશે ટ્રેઇલર

ગુલાબો સિતાબો 12મી જૂને OTT પ્લેટફોર્મ પર રજુ થશે.

શુજીત સરકારની સ્લાઇસ ઑફ લાઇફ ફિલ્મ ગુલાબો સિતાબોમાં આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે અન તાજા સમાચાર અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મ OTT પ્લેટફોર્મ, પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવાની છે. આ સંજોગોમાં આજે મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચન અને બાંકે એટલે કે આયુષ્માન ખુરાનાની જિંદગીની એક ઝલક ફિલ્મનાં ટિઝરમાં જોવા મળી શકે છે.એમેઝોન પ્રાઇમે આજે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી હતી.

 અમિતાભે પણ ટીઝર શેર કરતાં લખ્યુ હતું કે કેટલીક જોડીઓ તો ઉપર બને છે પણ આ તો લખનૌનાં બજારમાં બની હતી.

ફિલ્મનાં ટીઝરમાં ગુલાબો અને સિતાબોનું ઇન્ટ્રોડક્શન કરાયું છે અને અને કહેવાયું છે કે ગુલાબો હઝરત ગંજની છે અને સિતાબો અમીનાબાગનાં ગડબડઝાલેમાં રહે છે, ચાંદની ચોકમાં ફરનારી સિતાબો હોંશિયાર છે. થિએટર રિલીઝને બદલે OTT પ્લેટફોર્મનો રસ્તો લેનારી ગુલાબો સિતાબો વિશ્વનાં 200 દેશમાં એક સાથે રિલીઝ થશે. 14મી મેના દિવસે એમેઝોન પ્રાઇમે જાહેરાત કરી હતી કે ગુલાબો સિતાબો 12મી જૂને OTT પ્લેટફોર્મ પર રજુ થશે.

bollywood news entertainment news amitabh bachchan ayushmann khurrana