અમિતાભ બચ્ચન ફિલ્મોથી લેશે લાંબો બ્રેક, બૉલીવુડે જોવી પડશે રાહ

12 November, 2019 05:51 PM IST  |  Mumbai

અમિતાભ બચ્ચન ફિલ્મોથી લેશે લાંબો બ્રેક, બૉલીવુડે જોવી પડશે રાહ

અમિતાભ બચ્ચન

બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. એમને લીવરમાં સમસ્યાના લીધે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક ન્યૂઝ રિપોર્ટના મુજબ અમિતાભ બચ્ચન જલ્દી જ કામથી લાંબો બ્રેક લઈ શકે છે. જેથી શારીરિક થાકથી રાહત મળે અમે બીમારીથી બહાર આવી શકે. સૂત્રથી મળેલી માહિતી અનુાસર બિગ-બીએ શૂટિંગ બંધ કરી દીધી છે. નાગરાજ મંજુળેની ફિલ્મ ઝુંડ ડિસેમ્બરમાં રિલીઝ થશે, એના બાદ અમિતાભ બચ્ચન બ્રેક પર ચાલ્યા જશે. અત્યાર સુધી અમિતાભનની બધી ફિલ્મોની શૂટિંગ માટે નિર્દેશકોએ રાહ જોવી પડશે. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચનને જોર આપીને કહ્યું કે તેઓ થોડા સમય આરામ કરે. આની પહેલા અમિતાભ બચ્ચનને કોલકાત્તામાં 25માં કોલકાત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું, પરંતુ તબિયત ખરાબ થવાના કારણે તેઓ ગયા નહીં.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ ફિલ્મો પર પણ પડી શકે છે અસર

ઝુંડ સિવાય અમિતાભ બચ્ચન ઈમરાન હાશ્મીની સાથે ચેહરે અને રણબીર કપૂર-આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે. એ સિવાય તેઓ આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબોમાં પણ છે.

amitabh bachchan bollywood news