રેમો ડિસોઝાએ ચીટિંગ મામલે તોડી ચુપ્પી, બધા આરોપો ખોટા

08 November, 2019 05:02 PM IST  |  Mumbai

રેમો ડિસોઝાએ ચીટિંગ મામલે તોડી ચુપ્પી, બધા આરોપો ખોટા

રેમો ડિસોઝા

ફિલ્મ નિર્દેશક રેમો ડિસોઝા બૉલીવુડના એક જાણીતા અને પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. જોકે હાલમાં તેઓ ખોટા કારણોથી ચર્ચાનો વિષય બની ગયા છે. એમના વિરૂદ્ધ 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં મામલો નોંધાવ્યો છે. સતેન્દ્ર ત્યાગી નામના એક વ્યક્તિએ એમના વિરૂદ્ધ મામલો નોંધાવીને આરોપ લગાવ્યો છે કે રેમોએ એમના પૈસા પાછા નથી આપ્યા.

હવે પોતાના નવા ઈન્ટરવ્યૂમાં રેમો ડિસોઝાએ આ બધા આરોપો રદ નકારી દીધા છે અને કહ્યું છે કે એમના વિરૂદ્ધ દાખલ કરાયેલો કેસ ખોટો છે. વર્ષ 2014માં દાખલ આ મામલામાં એમના વિરૂદ્ધ ધરપકડ વૉરન્ટ જાહેર કર્યો છે. હાલમાં જ કોરિયોગ્રાફરે જામીન મેળવવા માટે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના દરવાજા ખટકાવ્યા હતા, જેને બરતરફ કરવામાં આવ્યા છે.

 

 

હવે રેમો ડિસોઝાએ IANSને કહ્યું કે એમના વકીલ આ મામલાની દેખરેખ કરી રહ્યા છે અને એમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપો ખોટા છે. આ વિશે જણાવતા રેમો ડિસોઝાએ કહયું, 'મારા વિરૂદ્ધ એક ખોટો કેસ ચાલી રહ્યો છે અને મારા વકીલ એના માટે કડક વલણ અપનાવશે'. કારણકે આ એક કાયદાકીય પ્રક્રિયા છે તો વકીલ આ કેસને હેન્ડલ કરી રહ્યા છે, એટલે હું ફક્ત એટલું જ કહીં શકુ છું કે આ લગાવેલો આરોપ ખોટો છે.

સતેન્દ્ર ત્યાગીએ રેમો ડિસોઝા પર આરોપ લગાવ્ય હતો કે રેમોએ એમને એક એવી ફિલ્મમાં 5 કરોડ રૂપિયા લગાવવા માટે પૈસા લીધા હતા, જે ક્યારે પણ બની નથી. રેમોએ એમને વ્યાજની સાથે પૈસા પાછા આપવાનો વચન આપ્યો હતો પરંતુ ફિલ્મ રદ થતાની સાથે જ તેણે પૈસા પાછા આપ્યા નહીં.

આ પણ જુઓ : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

સતેન્દ્રે એ પણ દાવો કર્યો કે રેમોએ એમની પાસે કેટલાક ગેન્ગસ્ટર પણ મોકલ્યા હતા. રેમો ડિસોઝાની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર છે. એમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરનો મુખ્ય રોલ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે સાઈના નેહવાલની બાયોપિક છોડી દીધી છે.

remo dsouza bollywood news