Armaan Jain wedding: જ્યારે કરણ જોહરે કહ્યું, બોલે ચુડિયાં, બોલે કંગના

05 February, 2020 06:13 PM IST  |  Mumbai | Mumbai Desk

Armaan Jain wedding: જ્યારે કરણ જોહરે કહ્યું, બોલે ચુડિયાં, બોલે કંગના

અરમાન જૈને તેની ગર્લફ્રેન્ડ અનીસા મલહોત્રા લગ્ન કર્યા પણ તે કોઇ સામાન્ય લગ્ન નહીં પણ સ્ટાર સ્ટડેડ ઘટના રહી. બૉલીવુડનાં બધાંય મોટા માથાં અહીં દેખાયા. એટલું જ નહીં પણ અંબાણી પરિવાર પણ આ લગ્નમાં હાજર રહ્યો. લગ્નમાં હાજરી આપનારાઓ સેન્ટ રેજિસ હોટેલમાં થયેલા રિસેપ્શનમાં પણ ગયા. જો કે રિસેપ્શનમાં આવેલાનાં કપડાં અને ઘરેણાંની ચર્ચા બહુ જલ્દી બીજા નંબરે આવી ગઇ જ્યારે બૉલીવુડનાં સિતારાઓએ મન મુકીને અહીં ડાન્સ પણ કર્યો.

કરણ જોહર તેની ડાન્સિંગ સ્કિલ્સ પર હંમેશા હરખાતો રહ્યો છે. તેણે તેની મનગમતી સખીઓ કરીશ્મા અને કરીના સાથે પોતાની જ ફિલ્મના ગીત બોલે ચૂડિયાં, બોલે કંગના પર ડાન્સ કર્યો...

 

 

બેબો તેના પુ અવતારમાં દેખાય એનાથી રૂડુ શું હોય વળી? બેબોએ મંચ પર કરણ અને કરિશ્મા સાથે ભારે જલસો કર્યો જે આ વીડિયોમા દેખાઇ જ આવે છે. પણ જો આટલું તમને ઓછું પડતું હોય તો પેશ છે શાહરુખ ખાન અને ગૌરીનો આ ડાન્સ...

 

 

કાયમ પોઈઝમાં એટલે કે ઠાવકી રહેતી ગૌરીએ તેની મોજીલી બાજુ જાહેર કરી જ્યારે તે કરણ અને શાહરૂખ સાથે ડાન્સ કરવા માંડી. એસઆરકેએ પણ ખોટી મુછો લગાડી હતી અને તેના યુઝવલ સ્ટાઇલિશ અવતારમાં નાચી રહ્યો હતો.

 

 જો કે ગૌરીએ દોસ્ત કરણ જોહર સાથે પણ ડાન્સ કર્યો અને તેમણે ફેમસ કજરારે પણ ડાન્સ કર્યો જેમાં પછીથી શાહરૂખ પણ જોડાયો.

 કિયારા અડવાણીએ સૌદા ખરા ખરા ગીત પર ડાન્સ કર્યો જે તેની તાજેતરમાં જ રિલઝ થયેલી ફિલ્મ ગુડ ન્યુઝનું ગીત છે. અરમાન અને અનીસાનાં લગ્ન માત્ર શાનદાર જ નહીં પણ ભારે ગ્લેમરસ ઇવેન્ટ રહી તેમ કહી  શકાય.

armaan jain karan johar kareena kapoor karishma kapoor bollywood kiara advani Shah Rukh Khan gauri khan