બૉલીવુડ મને અફૉર્ડ નહીં કરી શકે : મહેશ બાબુ

11 May, 2022 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ બાબુનું કહેવું છે કે બૉલીવુડ મને અફૉર્ડ કરી શકે એમ નથી. સાઉથના ઘણા ઍક્ટર્સની ફિલ્મો બૉલીવુડમાં ખૂબ સારો બિઝનેસ કરી રહી છે.

મહેશ બાબુ

મહેશ બાબુનું કહેવું છે કે બૉલીવુડ મને અફૉર્ડ કરી શકે એમ નથી. સાઉથના ઘણા ઍક્ટર્સની ફિલ્મો બૉલીવુડમાં ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. ઘણા ઍક્ટર્સ હવે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. બૉલીવુડમાં કામ કરવા વિશે મહેશ બાબુએ કહ્યું કે ‘મને હિન્દીમાં પણ ઘણી ઑફર્સ મળે છે, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને અફૉર્ડ કરી શકે છે. મને જે અફૉર્ડ ન કરી શકે એવી ઇન્ડસ્ટ્રીમાં મારે કામ નથી કરવું. મને અહીં જે સ્ટારડમ અને રિસ્પેક્ટ મળ્યાં છે એ ખૂબ મોટાં છે એથી જ મેં આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રીમાં જવાનો વિચાર નથી કર્યો. મેં હંમેશાં સારી-સારી ફિલ્મો કરવાનું સપનું જોયું છે અને એ હવે પૂરું થઈ રહ્યું છે.’

‘મેજર’ માટે ઓટીટીની અદ્ભુત ઑફર ઠુકરાવી હતી મહેશ બાબુએ
મહેશ બાબુનું કહેવું છે કે તેના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘મેજર’ને ઓટીટી પર રિલીઝ કરવા માટે ખૂબ જ મોટી ઑફર કરવામાં આવી હતી. જોકે તેમણે આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે એ ઑફર ઠુકરાવી હતી. મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનની લાઇફ પરથી બનેલી આ ફિલ્મમાં તેમનું પાત્ર અદિવી સેશે ભજવ્યું છે. મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલા પર આધારિત આ ફિલ્મને ત્રણ જૂને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. અદિવી સેશની આ હિન્દી ડેબ્યુ ફિલ્મ છે. કોવિડના કારણે ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવામાં આવતી હતી અને મહેશ બાબુને પણ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા માટે પૈસાની મોટી ઑફર કરવામાં આવી હતી. જોકે તેમણે આ ફિલ્મને ફક્ત થિયેટર્સમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું.

bollywood news entertainment news mahesh babu