Satish Kaushikના મોતનું અન્ડરવર્લ્ડ કનેક્શન? પાર્ટીમાં દાઉદનો પુત્ર હતો સામેલ

13 March, 2023 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા સતીશ કૌશિક (Satish kaushik)ના મોત મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. તે જે પાર્ટીમાં હતા ત્યાં દાઉદનો દીકરો પણ સામેલ હોવાના વાત બહાર આવી છે. આ વાતમાં કેટલી ખરાઈ છે? એ તો પોલીસ તપાસ બાદ જાણી શકાશે..

સતીશ કૌશિક

ફિલ્મ અભિનેતા સતીશ કૌશિક (Satish Kaushik)ના નિધન બાદ તેમના મોતને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે તેમના મોતને અંડરવર્લ્ડ સાથે જોડવામાં આવી રહ્યું છે. ભિનેતા સતીશ કૌશિકને જ્યારે છાતીમાં દુ:ખાવો થયો ત્યારે તે પહેલા માળે સ્થિત ઓરડામાં હતાં. પીડા હોવા છતાં તે પોતે જ પહેલા માળેથી ઉતરીને નીચે ગાડીમાં બેઠા હતાં. આ ખુલાસો ફાર્મ હાઉસમાં લાગેલા CCTV કેમેરમાં થયો છે. 

કાપશેરા પોલીસ સ્ટેશને ફાર્મ હાઉસમાંથી સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે કર્યા છે. આ ઉપરાંત આ મામલાની તપાસ માટે એક ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. ટીમે રવિવારે ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી.

હોળી પાર્ટીમાં ડાન્સ કરતા સતીશ કૌશિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે હિન્દી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તેણે સફેદ કુર્તા-પાયજામા પહેર્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકો ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં અભિનેતાએ લગભગ 45 મિનિટ સુધી ડાન્સ કર્યો.

આ પણ વાંચો: Oscar 2023: નાટુ નાટુની ઑસ્કર સિદ્ધિ પાછળ કોનો છે મોટો હાથ? જાણો તમામ માહિતી

જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હોળી પાર્ટીમાં 20 થી 22 લોકો સામેલ થયા હતા. ત્રણ વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ. સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધા ફાર્મહાઉસથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. સતીશ કૌશિકને બપોરે 12.10 વાગ્યે છાતીમાં દુખાવો થયો હતો. આ પછી તેણે તેના મેનેજરને જાણ કરી. મેનેજરની મદદથી પોતે સીડી પરથી ઉતરીને નીચે આવ્યા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સતીશ કૌશિકના રૂમમાંથી ડાયઝિન અને પેટ સાફાની બોટલ મળી આવી હતી. આ સિવાય બ્લડપ્રેશર અને સુગરની દવાઓ મળી આવી છે. જો કે, આ દવાઓ તેના મેનેજર પાસે રહી હતી. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે અભિનેતા સતીશ કૌશિક ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મની ડીલ માટે તે વિકાસ માલુ સાથે વાત કરવા ફાર્મ હાઉસ ગયા હતા.

આ પણ વાંચો: Oscar 2023:વિશ્વ સ્તર પર ગ્લેમરની ઝળહતી સંધ્યાએ જુઓ દીપિકા, રામ ચરણનો હટકે અંદાજ
 
પોલીસ કમિશનરે રિપોર્ટ માંગ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એડિશનલ પોલીસ રાજીવ કુમાર અને એસીપી વીકેપીએસ યાદવની ટીમ શનિવારે પોલીસ હેડક્વાર્ટર ગઈ હતી અને પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપ્યો હતો.

પોલીસ અંડરવર્લ્ડની તપાસ કરી રહી છે
વિકાસ માલુની બીજી પત્ની સાનવીએ ફરિયાદમાં સતીશ કૌશિક અને વિકાસની તસવીર શેર કરવાનું કહ્યું છે. મહિલાનો આરોપ છે કે દુબઈની પાર્ટીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પુત્ર હાજર હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાનવી અને વિકાસ વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે.જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.  

bollywood news entertainment news satish kaushik mumbai news dawood ibrahim