આર્મી ઑફિસર બન્યો નિશાંત સિંહ મલકાણી

25 November, 2020 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્મી ઑફિસર બન્યો નિશાંત સિંહ મલકાણી

નિશાંત સિંહ મલકાણી

‘બિગ બૉસ 14’માંથી બહાર થયા બાદ નિશાંત સિંહ મલકાણીએ તેની વેબ ફિલ્મનું કામ શરૂ કરી દીધુ છે. તે હાલમાં કારગિલમાં તેની ફિલ્મ ‘LAC’નું શૂટિંગ કરી રહ્યો છે. નીતિન કુમાર ગુપ્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ વિશે નિશાંતે કહ્યું હતું કે ‘ગલવાન વૅલીમાં આવેલા આપણા ફ્રન્ટલાઇન સોલ્જર પર આ સ્ટોરીનું ફોકસ છે. ઇન્ડિયાની ટેરિટરી પર ચાઇનીઝ આર્મી કબજો કરી રહી છે અને તેમને ત્યાંથી બહાર કાઢવામાં આપણા સૈનિકો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હું એક આર્મી ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છું અને તે ખૂબ જ દેશભક્ત છે. તે તેના દેશ માટે શહીદ થવા માટે હંમેશાં તૈયાર હોય છે અને દુશ્મનો સાથે લડવા માટે તે હંમેશાં તત્પર હોય છે. એ એક ડેરડેવિલ ટાઇપનું પાત્ર છે. તેને મૃત્યુનો ભય નથી હોતો, જે વાત આપણા દેશના દરેક સૈનિકોમાં હોય છે. મારા માટે આ ગર્વની વાત છે કે હું ઇન્ડિયન આર્મીનું પાત્ર ભજવી રહ્યો છું.’

આવતા વર્ષે જાન્યુઆરીમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. કારગિલમાં કરવામાં આવી રહેલા શૂટિંગ વિશે નિશાંતે કહ્યું હતું કે ‘અહીં ખૂબ જ ઠંડી છે. આવી પરિસ્થિતિમાં શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં પણ દેશની રક્ષા કરવા માટે હું આપણી ઇન્ડિયન આર્મીનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. આ શૂટિંગ દરમ્યાન મને એનો ખૂબ જ નજીકથી અહેસાસ થયો છે. સેટ પર અમને કેટલીક લક્ઝરી અને કમ્ફર્ટ મળી રહી છે, પરંતુ આ સૈનિકો આપણને ખૂબ જ ગંભીર અને ખરાબ પરિસ્થિતિમાં પણ રક્ષણ આપે છે.’

entertainment news bollywood bollywood news upcoming movie Bigg Boss bigg boss 14