વરુણ-નતાશાનાં લગ્નમાં સામેલ થશે સલમાન-કૅટરિના?

19 January, 2021 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ-નતાશાનાં લગ્નમાં સામેલ થશે સલમાન-કૅટરિના?

વરુણ ધવન અને નતાશા દલાલ

વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થવાની શક્યતા છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને કૅટરિના કૈફને પણ આમંત્રણ અપાયું હોવાની ચર્ચા છે. વરુણ-નતાશા અલીબાગમાં ૨૪ જાન્યુઆરીએ લગ્ન કરે એવા સમાચાર વહેતા થયા છે. ૨૨ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી આ પંજાબી વેડિંગનું સેલિબ્રેશન ચાલશે. લગભગ ૨૦૦ ગેસ્ટ્સને આમંત્રણ આપવામાં આવશે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂરનું નામ મોખરે છે. સાથે જ વરુણના મેન્ટર કરણ જોહરને પણ ઇન્વાઇટ કરવામાં આવશે. તેમનાં લગ્નમાં અર્જુન કપૂર, સારા અલી ખાન, મલાઇકા અરોરા, અનિલ કપૂર, કિયારા અડવાણી અને કરણ જોહર સહિત અનેક સેલિબ્રિટીઝ ડાન્સ પર્ફોર્મ પણ કરે એવી શક્યતા છે.

entertainment news bollywood bollywood news varun dhawan