મોટી ફિલ્મો સારી હશે તો જ બિઝનેસ કરશે : સલમાન

01 December, 2021 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ગમે એટલી મોટી કેમ ન હોય, જો એ સારી ન હોય તો નહીં ચાલે. નાનામાં નાની ફિલ્મ પણ ખૂબ જ મોટો બિઝનેસ કરી શકે છે જો એની સ્ક્રિપ્ટ સારી હોય. ફિલ્મ કમર્શિયલી આ જ રીતે કામ કરે છે.’

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે ફિલ્મ ગમે એટલી મોટી કેમ ન હોય, એ સારી હશે તો જ સારો બિઝનેસ કરશે. તેની આયુષ શર્મા સાથેની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ હાલમાં જ રિલીઝ થઈ છે જેનું તે પ્રમોશન કરી રહ્યો છે. ‘સૂર્યવંશી’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે, પરંતુ ‘બંટી ઔર બબલી 2’ અને ‘સત્યમેવ જયતે 2’ને દર્શકોનો જોઈએ એટલો પ્રેમ નથી મળ્યો. તેની ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રૂથ’ના ઓપનિંગ વીક-એન્ડનું કલેક્શન પણ નબળું રહ્યું છે. તેનું કહેવું છે કે લોકો એવું માની રહ્યા છે કે તે ફિલ્મમાં ફક્ત બે-ત્રણ મિનિટ માટે હોવાથી એની અસર ક્લેક્શન પર પડી છે. બિગ બજેટ ફિલ્મ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘ફક્ત સ્ક્રિપ્ટ લોકોને થિયેટર્સમાં ખેંચી લાવી શકે છે. આ પ્રોમો અને ટ્રેલર પર ડિપેન્ડ છે. જો લોકોને એ પસંદ પડ્યું તો તેઓ થિયેટરમાં એને જોવા માટે જાય છે. ત્યાર બાદ માઉથ પબ્લિસિટી જ​ ફિલ્મને મદદ કરી શકે છે. ફિલ્મ ગમે એટલી મોટી કેમ ન હોય, જો એ સારી ન હોય તો નહીં ચાલે. નાનામાં નાની ફિલ્મ પણ ખૂબ જ મોટો બિઝનેસ કરી શકે છે જો એની સ્ક્રિપ્ટ સારી હોય. ફિલ્મ કમર્શિયલી આ જ રીતે કામ કરે છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan