2020માં ભૂમિ પેડણેકર મહિલા તરીકે ઘણાં શેડ્સ દેખાડશે

09 January, 2020 01:36 PM IST  |  Mumbai

2020માં ભૂમિ પેડણેકર મહિલા તરીકે ઘણાં શેડ્સ દેખાડશે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે ૨૦૨૦માં તે મહિલા તરીકે ઘણાં શેડ્સ દર્શકો સમક્ષ રજૂ કરશે. ૨૦૧૯માં તેણે ઘણી સફળ ફિલ્મો આપી છે અને તેણે દરેક પાત્ર અલગ-અલગ ભજવ્યું છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘ફિલ્મમાં હું મહિલાના પાત્રને કેવી રીતે રજૂ કરું છું એ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને આ વર્ષમાં હું એકદમ અલગ, ઇન્ડિપેન્ડન્ટ, કોન્ફિડન્ટ અને મહિલાના એક અલગ વ્યક્તિત્વને રજૂ કરતી જોવા મળીશ. ૨૦૨૦માં હું મહિલા તરીકે ઘણાં શેડ્સ દર્શકોને દેખાડિશ.’

આ પણ જુઓ : 'કાંટા લગા' ગુજરાતી ગર્લ શેફાલી જરીવાલા હાલ લાગે છે આટલી બ્યૂટિફૂલ

આ વર્ષે તેની ‘દુર્ગાવતિ’, ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ અને ‘ભૂત પાર્ટ વન : ધ હોન્ટેડ શિપ’માં જોવા મળવાની છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મને ખૂબ જ ખુશી છે કે એક મહિલા તરીકે મને ઘણાં વિવિધ પાત્રો ભજવવાનો ચાન્સ મળી રહ્યો છે. એવી આશા રાખી રહી છું કે આ પાત્રો એક અલગ સ્ટેટમેન્ટ બનાવવા માટે સક્ષમ રહે. મને ખુશી છે કે આજે મહિલાઓને ફિલ્મોમાં સેલિબ્રેટ કરવામાં આવી રહી છે અને આવી ફિલ્મનો પાર્ટ બનાવાની મને ખુશી છે.’

bhumi pednekar bollywood news entertaintment