પતિ, પત્ની ઔર વો માટે કરિશ્મા કપૂર પરથી પ્રેરણા લીધી છે : ભૂમિ

21 November, 2019 09:30 AM IST  |  Mumbai | Harsh Desai

પતિ, પત્ની ઔર વો માટે કરિશ્મા કપૂર પરથી પ્રેરણા લીધી છે : ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તેને ‘પતિ, પત્ની ઔર વો’ માટે કરિશ્મા કપૂર પાસેથી પ્રેરણા મળી છે. ભૂમિ હાલમાં ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેકને પ્રમોટ કરી રહી છે જેમાં તેની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે પણ જોવા મળી રહ્યાં છે. ૧૯૭૮માં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક છ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ભૂમિ પહેલી વાર ગ્લૅમરસ અવતારમાં જોવા મળશે. ભૂમિએ અત્યાર સુધી છ ફિલ્મમાં કામ કર્યું છે અને બધી એક-એકથી હટકે ફિલ્મ રહી છે. તે દરેક ફિલ્મ માટે અલગ રીતે તૈયારી કરે છે અને ‘પતિ, પત્ની ઔર વો’ માટે તેને કરિશ્મા કપૂર પાસેથી પ્રેરણા મળી હતી. તેમ જ તે કરિશ્માની ખૂબ જ મોટી ફૅન છે. આ વિશે વધુ જણાવતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘બાળપણથી જ હું કરિશ્માની ખૂબ જ મોટી ફૅન છું. તેમણે ‘રાજા હિન્દુસ્તાનીમાં જે ડ્રેસ પહેર્યો હતો એવો જ ડ્રેસ મેં પણ ખરીદ્યો હતો. મારા માટે તે કમર્શિયલ ફિલ્મોની ક્વીન છે. મેં તેમની દરેક ફિલ્મ જોઈ છે અને મને પસંદ પણ પડી છે. તેઓ એક અદ્ભુત હિરોઇન છે. કૉમેડીમાં તેમની તોલે કોઈ ન આવી શકે અને ‘પતિ, પત્ની ઔર વો’ની હું જ્યારે તૈયારી કરી રહી હતી ત્યારે ‘બીવી નંબર 1’ મારા માટે ખૂબ જ પ્રેરણાત્મક સાબિત થઈ હતી. કરિશ્મા એક સિમ્પલ બહૂ છે અને ફિલ્મમાં એક ખૂબ જ મોટો ધમાકો કરવા સક્ષમ છે અને મારા પાત્ર માટે તેઓ એક ઉત્તમ રેફરન્સ હતાં.’

આ પણ જુઓઃ આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

કરિશ્માનું ‘બીવી નંબર 1’ જેવું પાત્ર ‘પતિ, પત્ની ઔર વો’માં ભજવી રહી હોવા વિશે કરિશ્માએ કહ્યું હતું કે ‘તેમના જેવું સામ્ય ધરાવતું પાત્ર ભજવવાની મને ખૂબ જ ખુશી છે. મારી કરીઅરમાં પહેલી વાર કમર્શિયલ ફિલ્મની હિરોઇન તરીકે કામ કરીને મને ખુશી થઈ રહી છે. આ ફિલ્મમાં કામ કરતી વખતે મને એ મારી બાળપણથી ઇચ્છા હતી એનો પણ અહેસાસ થયો હતો.’

bhumi pednekar karisma kapoor