ભૂમિ પેડણેકરે બીગ બીને એવું તે શું કહ્યું કે તેમને અર્થ પૂછવો પડ્યો

29 May, 2020 10:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂમિ પેડણેકરે બીગ બીને એવું તે શું કહ્યું કે તેમને અર્થ પૂછવો પડ્યો

અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે અને સતત કંઈકને કંઈક નવું પોસ્ટ કરીને ફેન્સને એન્ટરટેઈન કરતાં હોય છે. ચાહકો હંમેશા બીગ બીની પ્રશંસા કરતા હોય છે. તાજેતરમાં જ તેમણે કરેલા એક પોસ્ટ પર અભિનેત્રી ભૂમિ પેડણેકરે કમેન્ટ કરી હતી, પરંતુ અમિતાભ બચ્ચનને તેનો અર્થ નહોતો સમજાયો. એટલે અભિનેતા વારંવાર ભૂમિને તેનો અર્થ પૂછી રહ્યાં હતા અને ત્યારે ફેન્સે તેમને શબ્દનો અર્થ સમજાવ્યો હતો. જોકે પછી ભૂમિએ પણ તેમને અર્થ સમજાવ્યો હતો.

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર 44 વર્ષનો તફાવત બતાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં 1976ની ફિલ્મ કભી કભી અને 2020ની ફિલ્મ ગુલાબો સિતાબોનો ફોટો હતો.

આ ફોટો પર ભૂમિએ કમેન્ટ કરી હતી કે, તમે 44 વર્ષના થઈ ગયા અને આજે પણ અમને આટલી યાદગાર ભૂમિકાઓની ભેટ આપો છે. એટલે જ હું તમને મોસ્ટ બૉલર શખ્સ કહું છું.

અમિતાભ બચ્ચનને બૉલર શબ્દનો અર્થ નહોતો સમજાયો એટલે તેમણે ભૂમિને કમેન્ટમાં પૂછયું કે 'અરે ભૂમિ....આ બૉલર એટલે શું? ક્યારનો પૂછી રહ્યો છું, પણ કોઈ મને કહેતું જ નથી.' બીગ બીએ શબ્દનો અર્થ પૂછ્યો કે તાત્કાલિક તેમના ચાહકોએ અર્થ સમજાવવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ કહ્યું હતું કે, બૉલરનો અર્થ બહુ ઉત્તમ અને પ્રતિભાશાળી થાય છે.

જોકે, ભૂમિએ પણ પછી અમિતાભ બચ્ચનને બૉલરનો અર્થ સમજાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભૂમિએ બીગ બીને બૉલર કહ્યાં હતાં. ત્યારે પણ અમિતાભ બચ્ચને પૂછયું હતું કે, 'બૉલર એટલે શું? એ જ જે બોલિંગ કરે છે.'

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan bhumi pednekar