ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું હોસ્પિટલમાં નિધન

01 December, 2019 11:25 AM IST  |  Mumbai Desk

ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું હોસ્પિટલમાં નિધન

બોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું હિન્દુજા હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું. બેટ્ટી કાપડિયા ઘણાં સમયથી હોસ્પિટલમાં દાખલ હતી અને તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા હતા. 14 નવેમ્બરથી હોસ્પિટલમાં દાખલ બેટ્ટી કાપડિયાએ શનિવારે રાતે અંતિમ શ્વાસ લીધા. બેટ્ટી કાપડિયાના નિધન બાદ ડિમ્પલ કાપડિયાની દીકરી ટ્વિંકલ ખન્ના અને જમાઇ અક્ષય કુમાર હોસ્પિટલ પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે 80 વર્ષના બેટ્ટી કાપડિયા ઘણાં સમયથી બીમાર હતા અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

માતા બેટ્ટી કાપડિયાના હોસ્પિટલમાં દાખલ થયા પછી ચર્ચાઓ થવા લાગી હતી કે ડિમ્પલ કાપડિયા બીમાર છે, જેના પછી ડિમ્પલ કાપડિયાએ સ્પષ્ટતા કરી હતી. ડિમ્પલ કાપડિયાએ કહ્યું હતું કે "હું બજી જીવું છું અને સ્વસ્થ છું. મારી માતા હોસ્પિટલમાં દાખલ છે. હું આ વિષયે વાત કરવા નહોતી માગતી. મારી માતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે તે હવે પહેલા કરતાં સારાં છે. મને પ્રાર્થના અને શુભેચ્છાઓની જરૂર છે. "

આ પહેલા કેટલીય વાર ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડિયાને હોસ્પિટલમાં જોવામાં આવ્યા હતા, ત્યારે કેટલાય ચાહકોએ અંદાજ લગાવ્યો હતો કે શું અક્ષ. કુમારની તબિયત ખરાબ છે? જો કે, પછી ડિમ્પલ કાપડિયાએ સ્પષ્ટીકરણ આપ્યું હતું.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

ડિમ્પલ કાપડિયા તાજેતરમાં જ પોતાની હોલીવુડ ફિલ્મ 'ટેનટ' માટે ચર્ચામાં હતી. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન હોલીવુડ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલને કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને મુંબઇના ગેટવે ઑફ ઇન્ડિયા પર સ્પૉટ કરવામાં આવ્યા હતા.

dimple kapadia bollywood akshay kumar twinkle khanna bollywood news bollywood gossips