બેસ્ટ હસબન્ડ એવર

22 May, 2022 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસે તેના સિંગર હસબન્ડ નિક જોનસને બેસ્ટ હસબન્ડ કહ્યો છે.

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસે તેના સિંગર હસબન્ડ નિક જોનસને બેસ્ટ હસબન્ડ કહ્યો છે. નિકે તેની વાઇફને આલીશાન કસ્ટમાઇઝ્‍ડ કાર ગિફ્ટ કરી છે. એ કાર પર ‘મિસિસ જોનસ’ લખ્યું છે. એ કારનો ફોટો પ્રિયંકાએ શૅર કર્યો છે. કારમાં તે બેઠી છે અને કારને મૅચિંગ થતાં કપડાં પણ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘હવે આને કહેવાય રાઇડ. થૅન્ક યુ નિક જોનસ. મને હંમેશાં કૂલ દેખાડવામાં મદદ કરવા બદલ. #besthusbandever.’

bollywood news entertainment news priyanka chopra