Batla House Film Review: જૉન અબ્રાહમની ફિલ્મને મળ્યા આટલા સ્ટાર

15 August, 2019 05:02 PM IST  |  મુંબઈ ડેસ્ક | પરાગ છાપેકર

Batla House Film Review: જૉન અબ્રાહમની ફિલ્મને મળ્યા આટલા સ્ટાર

બાટલા હાઉસ પોસ્ટર

જૉન અબ્રાહમ જ્યારથી નિર્માતા બન્યો છે ત્યારથી પોતાની પ્રૉડક્શનમાં બનતી ફિલ્મોના વિષયોને લઇને હંમેશા અચંબિત કરી દેતો હોય છે. સ્પર્મ ડોનર પર આધારિત વિકી ડોનર હોય કે રાજીવ ગાંધી હત્યાકાંડ પર આધારિત મદ્રાસ કેફે, નિર્માતા તરીકે જૉન અબ્રાહમને મલ્ટી લેયર સબ્જેક્ટ હંમેશાંથી જ લલચાવે છે.

ફરી એક વાર એવી જ ફિલ્મ લઇને આવ્યો છે, જેનું નામ છે બટલા હાઉસ.

દિલ્હીમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ પછી દિલ્હી પોલીસ આરોપીઓની શોધમાં હતી. એવામાં દિલ્હી પોલીસને ટિપ મળી કે આરોપી જામિયા નગરના બટલા હાઉસ વિસ્તારમાં છુપાયેલા છે અને જ્યારે પોલીસે દરોડા પાડ્યા તો ત્યાં એન્કાઉન્ટર કરવું પડ્યું. આ એન્કાઉન્ટરને લઈને અમુક સમુદાયના લોકોમાં આક્રોશ ભડકી ઉઠ્યો. તેના પર રાજનીતિ પણ થઈ પોલીસના સ્પેશિયલ સેલ પર દબાણને કારણે કેસ પણ ચાલ્યો.

મીડિયા, જનતા રાજનૈતિક દબાણ વચ્ચે આને નિર્દોષોની હત્યા કહેવામાં આવી. પોતાની બહાદુરી તેમજ શૂરવીરતાને કારણે દેશમાં સૌથી વધુ મેડલ મેળવનાર પોલીસ ઑફિસર સંજીવ કુમાર યાદવ એકાએક હત્યારો કહેવડાવા લાગ્યા. એવામાં જે રીતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ ફક્ત પોતાની બેગુનાહી પુરવાર કરી પણ સાથે જ વિદ્યાર્થીઓના વેશમાં છુપાયેલા ઇન્ડિયન મુજાહિદના આ આઉટફિટ્સનો ભેદ ખુલ્લો મૂક્યો.

નિર્દેશક નિખિલ અડવાણીએ જે રીતે આ જટિલ સ્ટોરીને સેલ્યૂલાઇટ પર ઉતારી તે ખરેખર વખાણ કરવા લાયક છે. સશક્ત અને બુદ્ધિમત્તાપૂર્ણ સ્ક્રીનપ્લે, મજબૂત સ્ટોરી અને સતત તમને વ્યસ્ત રાખતી ટ્રીટમેન્ટ ફિલ્મને એક જુદાં જ મુકામે લઈ જાય છે. અભિનયની વાત કરીએ તો સંજીવના પાત્રમાં જૉન અબ્રાહમની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ માની શકાય છે. નંદિતા યાદવ (મૃણાલ ઠાકુર) જેણે લવ સોનિયા જેવી સરસ ફિલ્મો કરી છે તેણે પણ સારું પર્ફોર્મ કર્યું છે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

આ સિવાય રાજેશ શર્મા, મનીષ ચૌધરીની હાજરી ફિલ્મમાં જીવ રેડે છે. કેટલાય સુપરહિટ આઇટમ નંબર કરી ચૂકેલી નોરા ફતેહીને બોલીવુડમાં હીરોઇન તરીકે પણ વિચારી શકાય છે. કુલ મળીને બટલા હાઉસ એક સરસ ફિલ્મ છે જે એક જટિલ વિષય પર બનાવવામાં આવી છે. આ જટિલતામાં પણ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે દર્શકોનો ધ્યાન એક પળ માટે પણ અહીંથી ત્યાં ન થાય માટે જ બટલા હાઉસ એક સફળ ફિલ્મ છે.

આ ફિલ્મને 5માંથી સાડાચાર સ્ટાર મળે છે.

bollywood events bollywood movie review bollywood news bollywood bollywood gossips john abraham