બાહુબલીએ કર્યુ ઈન્ટાગ્રામ પર ડેબ્યૂ, 2 દિવસમાં 8.59 લાખ ફોલોઅર્સ

18 April, 2019 06:23 PM IST  | 

બાહુબલીએ કર્યુ ઈન્ટાગ્રામ પર ડેબ્યૂ, 2 દિવસમાં 8.59 લાખ ફોલોઅર્સ

ફાઈલ ફોટો

બાહુબલી એક્ટર પ્રભાસે આખરે સોશિયલ મીડિયા એપ ઈન્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. આમ તો પ્રભાસે 16 એપ્રિલે ડેબ્યૂ કર્યુ હતું પરંતુ ખાસ વાત એ છે કે ઈન્ટાગ્રામમાં આવતાની સાથે પહેલી જ પોસ્ટથી જ પ્રભાસની ફેન ફોલોવિંગ 9 લાખ જેટલી થઈ ગઈ છે. પ્રભાસ હાલ તેમની આગામી ફિલ્મ સાહોને લઈને વ્યસ્ત છે જો કે આ વચ્ચે દર્શકો માટે સારી વાત એ છે કે હવે સૌનો પસંદીદા એક્ટર પ્રભાસ હવે ઈન્ટાગ્રામ પર પણ જોવા મળશે.

ઈન્ટાગ્રામમાં પ્રભાસે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઈન્ટાગ્રામમાં તેમના ફેન્સની સંખ્યા માત્ર 2 જ દિવસમાં 8 લાખ 59 હજાર સુધી પહોંચી ગઈ છે. માત્ર 2 દિવસમાં 9 લાખ જેટલા ફેન્સ મેળવતુ પ્રભાસનું એકાઉન્ટ વેરિફાઈડ નથી. પ્રભાસે આ એકાઉન્ટ પર 1 દિવસ પહેલા ફોટો અપલોડ કર્યો હતો જેને 2 લાખ 75 હજાર કરતા પણ વધારે લોકો લાઈક્સ કરી ચૂક્યા છે. પ્રભાસે તેની પહેલી પોસ્ટ તેની મોસ્ટ સકસેસફૂલ ફિલ્મ બાહુબલીની પોસ્ટ કરી હતી.

 

આ પણ વાંચો: છપાક: સેટ પરથી શૂટિંગનો વધુ એક વીડિયો લીક, રિક્શામાં જતી દેખાઈ દીપિકા

 

જણાવી દઈએ કે, પ્રભાસની ફેન ફોલોવિંગ માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં છે. હાલમાં જ જાપાનના કેટલાક ફેન્સ ખાસ તેને મળવા આવ્યા હતા. આ સિવાય પણ ઘણા કિસ્સા છે જે પ્રભાસની લોકપ્રિયતા દર્શાવે છે. આ બધા જ ફેન્સ હવે તેમના ચહિતા સ્ટારને ઈસ્ટાગ્રામ પર પણ જોઈ શકશે.

prabhas