૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થશે બચ્ચન પાન્ડે

24 January, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થશે બચ્ચન પાન્ડે

અક્ષય કુમાર બચ્ચન પાન્ડેમાં

અક્ષયકુમારની ‘બચ્ચન પાન્ડે’ ૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. પોતાના લુકને ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે એની જાહેરાત કરી હતી. ફિલ્મમાં અરશદ વારસી, ક્રિતી સૅનન અને જૅકલિન ફર્નાન્ડિસ પણ લીડ રોલમાં છે. અક્ષયકુમારનો લુક ખૂબ આક્રમક દેખાઈ રહ્યો છે. ચહેરા પર દાઢી છે, ગળામાં ચેઇન પહેરી છે અને એક આંખનો રંગ બ્લ્યુ છે. આ લુકને ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘તેનો એક લુક જ પૂરતો છે. ‘બચ્ચન પાન્ડે’ ૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.’

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar