ઈદ દરમ્યાન આવશે આયુષમાનની ‘ડ્રીમગર્લ 2’

17 September, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં આવેલી ‘ડ્રીમગર્લ’ની આ સીક્વલ છે. એને સારોએવો રિસ્પૉન્સ મળતાં એની સીક્વલ બનાવવામાં આવી છે. આ ફિલ્મની અનાઉન્સમેન્ટ કરતો એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે.

ઈદ દરમ્યાન આવશે આયુષમાનની ‘ડ્રીમગર્લ 2’

આયુષમાન ખુરાના અને અનન્યા પાન્ડેની ‘ડ્રીમગર્લ 2’ આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થશે. ૨૦૧૯માં આવેલી ‘ડ્રીમગર્લ’ની આ સીક્વલ છે. એને સારોએવો રિસ્પૉન્સ મળતાં એની સીક્વલ બનાવવામાં આવી છે. આ ફિલ્મની અનાઉન્સમેન્ટ કરતો એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. એ વિડિયોમાં આયુષમાન તેના ફ્રેન્ડ્સને કહી રહ્યો છે કે બૉલીવુડને કોઈની નજર લાગી ગઈ છે. એથી એના બૉયકૉટથી તે પરેશાન છે. તે જણાવી રહ્યો છે કે ફિલ્મો થિયેટરમાં તો છોડો, ડીવીડી પર પણ નથી ચાલી રહી. એથી તે મથુરામાં પૂજા કરવા આવ્યો છે. એ દરમ્યાન અનન્યા પણ આવે છે અને તેઓ ફિલ્મની રિલીઝની તારીખની જાહેરાત કરે છે. એ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘આપકી ડ્રીમગર્લ ફિર સે આ રહી હૈ. મિલિએ પૂજા સે ૨૦૨૩ કી ૨૯ જૂન થિયેટર્સ મેં ઈદ પર.’

ayushmann khurrana bollywood news bollywood bollywood gossips entertainment news