સલમાનની ‘ટાઇગર 3’ અને આયુષમાનની ‘ડ્રીમગર્લ 2’ વચ્ચે થશે ક્લૅશ

20 September, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનની ‘ટાઇગર 3’ની તો એ મોટા ભાગે પોતાની ફિલ્મો ઈદ દરમ્યાન રિલીઝ કરે છે

સલમાન ખાન

સલમાન ખાનની ‘ટાઇગર 3’ અને આયુષમાન ખુરાનાની ‘ડ્રીમગર્લ 2’ આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. આયુષમાનની ‘ડ્રીમગર્લ 2’ની જાહેરાત હાલમાં કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાન્ડે, પરેશ રાવલ, મનોજ જોષી, રાજપાલ યાદવ, અનુ કપૂર, વિજય રાઝ, મનજોત સિંહ, સીમા પાહવા અને અભિષેક બૅનરજી પણ જોવા મળશે. રાજ શાંડિલ્ય જેણે ‘ડ્રીમગર્લ’ને ડિરેક્ટ કરી હતી તે આની સીક્વલ પણ ડિરેક્ટ કરવાનો છે. લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી. વાત કરીએ સલમાનની ‘ટાઇગર 3’ની તો એ મોટા ભાગે પોતાની ફિલ્મો ઈદ દરમ્યાન રિલીઝ કરે છે. તેના ફૅન્સને એક પ્રકારે આ ઈદની ગિફ્ટ હોય છે. એ ફિલ્મને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. એમાં કૅટરિના કૈફ પણ જોવા મળશે. ‘ટાઇગર’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. ‘ડ્રીમગર્લ 2’ અને ‘ટાઇગર 3’ બન્ને અલગ-અલગ વિષયની ફિલ્મો છે. બન્ને પ્રકારની ફિલ્મો જોનારાઓનો વર્ગ પણ છે.

entertainment news bollywood news bollywood Salman Khan ayushmann khurrana upcoming movie