બ્રેસ્ટ-કૅન્સર સામેની લડત પછી આવી ગઈ છે તાહિરા 3.0

26 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બ્રેસ્ટ-કૅન્સર સામેનો જંગ જીતી ગઈ

તાહિરા કશ્યપ

આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બ્રેસ્ટ-કૅન્સર સામેનો જંગ જીતી ગઈ છે. એ પછી હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે કે મારું 3.0 વર્ઝન આવી ગયું છે અને મેં ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. તાહિરાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે મને ફરી પાછું બ્રેસ્ટ-કૅન્સર થયું છે પણ હું હિંમત નથી હારી અને પરિસ્થિતિનો સામનો કરવાની છું.

હાલમાં તાહિરાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘લાઇફ અપડેટ’ કરીને પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે પોતાની જાતને વધારે બહેતર બનાવવા માટે બ્રહ્માંડ અને ભગવાનનો આભાર માન્યો છે. એ સાથે તેણે પોતાના લૅપટૉપની સ્ક્રીનની તસવીર શૅર કરીને લખ્યું છે કે તે ફરીથી સ્ક્રિપ્ટ લખવા તૈયાર છે.

તાહિરાને પહેલી વખત ૨૦૧૮માં સ્ટેજ ઝીરો બ્રેસ્ટ-કૅન્સર થયું હતું જેમાંથી તે સાજી થઈ ગઈ હતી.  આ પછી સાત એપ્રિલે તાહિરાએ માહિતી આપી હતી કે નિયમિત તપાસને કારણે તેને ખબર પડી છે કે તેને બીજી વખત કૅન્સર થયું છે. 

ayushmann khurrana tahira kashyap cancer celeb health talk bollywood buzz bollywood news bollywood entertainment news