નવી જગ્યાઓને એક્સપ્લોર કરવાનું પસંદ છે આયુષ્માનને

03 April, 2021 01:37 PM IST  |  Mumbai | Harsh Desai

તેનું કહેવું છે કે નૉર્થ-ઈસ્ટની યાદ આવે એ માટે લાલ સા (લાલ ચા) પણ તે સાથે લઈ આવ્યો છે

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે નવી જગ્યાને એક્સપ્લોર કરવાનું તેને ખૂબ જ પસંદ છે. તેણે નૉર્થ-ઈસ્ટમાં તેની ‘અનેક’નું શૂટિંગ કર્યું હતું. આ દરમ્યાન તેણે એને એક્સપ્લોર પણ કર્યું હતું. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું હંમેશાં અનએક્સપ્લોર્ડ જગ્યાએ જવા માટે તૈયાર રહું છું. નૉર્થ-ઈસ્ટની મારી ટ્રિપ મારા દિલને સ્પર્શી ગઈ હતી. આપણા દેશની ગજબની સુંદરતા અને ત્યાંના લાકોના પ્રેમને મેં ત્યાં મહેસૂસ કર્યો હતો. આ ટ્રિપ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ રહેશે, કારણ કે એના કારણે મને આપણા દેશની સુંદરતા વિશે જાણવા મળ્યું હતું. આ ટ્રિપની અસર મારા પર શું પડી એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. મને ખુશી છે કે અમે નૉર્થ-ઈસ્ટમાં શૂટિંગ કર્યું એથી મને આપણા અદ્ભુત ઇન્ડિયા વિશે જાણવામાં મદદ મળી.’
હાલમાં મુંબઈમાં રહીને ત્યાંની યાદોને તાજી કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મને નૉર્થ-ઈસ્ટનાં બાળકો તરફથી જે પ્રેમ મળ્યો છે એને હું હંમેશાં યાદ રાખીશ. તેમનો પ્રેમ મેળવવો મારા માટે સ્પેશ્યલ હતું. હું ત્યાં મારી ફૅમિલીને પણ લઈ ગયો હતો અને અમે કાઝીરંગાની મુલાકાત લીધી હતી, જે ખૂબ જ સુંદર હતું. અમારા માટે એ વેકેશન યાદગાર રહ્યું હતું.’
‘લાલ સા’નો ફૅન બન્યો હોવા વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘મને ત્યાં લાલ સા (લાલ ચા) વિશે જાણવા મળ્યું હતું અને મને એ ખૂબ જ પસંદ પડી છે. હું સેટ પર દરરોજ લાલ સા પીતો હતો અને મારા ઘર માટે પણ લઈ આવ્યો છું. એ સમયે મને એવું લાગ્યું હતું કે હું આસામનો એક ટુકડો મારી સાથે ઘરે લઈ આવ્યો છું. મને જ્યારે પણ નૉર્થ-ઈસ્ટની યાદ આવશે ત્યારે હું લાલ સા બનાવીશ અને મારા દિવસોને યાદ કરીશ.’

harsh desai bollywood news bollywood gossips bollywood ayushmann khurrana