આ છે ‘ડૉક્ટર G’ના ડૉક્ટર

02 July, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ડૉક્ટર્સ ડે હોવાથી આયુષમાને તેની આ ફિલ્મનો લુક શૅર કર્યો હતો

‘ડૉક્ટર G’ના ડૉક્ટર આયુષમાન ખુરાના

આ છે ‘ડૉક્ટર G’ના ડૉક્ટર આયુષમાન ખુરાના. ગઈ કાલે ડૉક્ટર્સ ડે હોવાથી આયુષમાને તેની આ ફિલ્મનો લુક શૅર કર્યો હતો. આ ફિલ્મનાં ડિરેક્ટર અનુભૂતિ કશ્યપ છે. ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ અને શેફાલી શાહ પણ દેખાશે. ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે એ હજી સુધી નક્કી નથી. ગયા વર્ષથી જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મમાં આયુષમાન ગાયનેકોલૉજિસ્ટના રોલમાં દેખાવાનો છે. ડૉક્ટરના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘G સે ગાયનેકોલૉજિસ્ટ. G સે ગુપ્તા. આ છે ‘ડૉક્ટર G’. ડૉક્ટર ઉદય ગુપ્તા એટલે કે ‘ડૉક્ટર G’ અને અમારી ટીમ તરફથી G સે જિનીયસ ડૉક્ટર્સને હૅપી ડૉક્ટર્સ ડે.’

entertainment news bollywood bollywood news upcoming movie ayushmann khurrana