બોક્સ ઓફિસ કલેક્શન: 50 કરોડનો આકડો પાર કરી શકે છે આર્ટિકલ 15

07 July, 2019 08:49 PM IST  | 

બોક્સ ઓફિસ કલેક્શન: 50 કરોડનો આકડો પાર કરી શકે છે આર્ટિકલ 15

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી સારૂ કલેક્શન કર્યું છે. નાના બજેટમાં બનેલી આર્ટિકલ 15ની સ્ટોરીના કારણે ફિલ્મને ઓછી પસંદ કરવામાં આવશે તેવુ માનવામાં આવી રહ્યું હતું અને જેની અસર કલેક્શન પર થવાની શક્યતા હતી. આ સિવાય કબીર સિંહને મળી રહેલા જબરદસ્ત રિસ્પોન્સના કારણે પણ આર્ટિકલ 15ની કમાણી ઓછી થવાની શક્યતા હતી. આ બધી શક્યતાઓને પાછળ મુકતા આર્ટિકલ 15એ સારી કમાણી કરી છે.

આર્ટિકલ 15 28 જૂને રિલીઝ થઈ હતી અને ફિલ્મને સારી ઓપનિંગ મળી હતી. ફિલ્મે અત્યાર સુધી એવરેજ સારી કમાણી કરી છે. આર્ટિકલ 15એ બોક્સ ઓફિસમાં પણ અઠવાડિયું પૂરૂ કર્યું છે જેમાં તેણે કુલ 41 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ સાથે રખાયેલી આશા કરતા ફિલ્મે સારી કમાણી કરી હતી.

આર્ટિકલ 15 અનુભવ સિન્હાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ ઉત્તરપ્રદેશમાં થયેલા એક દુષ્કર્મની સાચી ઘટના પર આધારિત છે, જેણે આખા સમાજની સિસ્ટમને હલબલાવી મૂકી. ફિલ્મના સંવાદોમાં એક જાતિનું ખાસ રેફરન્સ હોવાને કારણે કેટલીક જગ્યાએ આ ફિલ્મને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે

આ પણ વાંચો: Article 15ની સફળતા બાદ આયુષ્માને આ રીતે કહ્યું થેન્ક યુ

અમુક ફિલ્મો બ્યુટિફુલ હોય, અમુક ફિલ્મો બેલેન્સ્ડ હોય...મસાલા હોય પણ આયુષ્માન ખુરાના વાળી અનુભવ સિન્હાની આર્ટિકલ 15 એક બ્રેવ ફિલ્મ છે. કાસ્ટ ડિસ્ક્રીમિનેશનના સબ્જેક્ટ પર બનેલી. ઋષિ કપૂર અને તાપસી પન્નુની ફિલ્મ મુલ્ક જેવી સેન્સિબલ ફિલ્મ. બળાત્કાર અને ઑનર કિલિંગનું નામ આપીને સામાજિક મુદ્દો બનાવીને દબાવી દેવાય છે અને ભુલાવી દેવાય છે. લોકોના નામ મહત્વના નથી, કપાળે લખાયેલી કાસ્ટથી વર્તન થાય છે. આપા દેશ અને ઘરોમાં આભડછેટ હજી પણ કેટલી મોટું દુશ્મન છે તે પણ છતું થાય છે.

ayushmann khurrana gujarati mid-day