26 December, 2023 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામમંદિર પ્રતીકાત્મક તસવીર
અયોધ્યાના રામમંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે ભારે હર્ષોલ્લાસથી કરવામાં આવશે. એને માટે દરેક ક્ષેત્રના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાવીસમી જાન્યુઆરીએ થનારા મંદિરના ઉદ્ઘાટનમાં અનેક લોકો હાજર રહેશે. એને માટે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ - અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, સંજય લીલા ભણસાલી, રાજકુમાર હીરાણી, રોહિત શેટ્ટી, અક્ષયકુમાર, માધુરી દીક્ષિત નેને, રજનીકાન્ત, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, રિષબ શેટ્ટી, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સની દેઓલ, અજય દેવગન, આયુષમાન ખુરાના, પ્રભાસ, યશ અને ટાઇગર શ્રોફને પણ ઇન્વિટેશન મોકલવામાં આવ્યું છે. સાથે જ ૫૦ દેશના એક-એક રિપ્રેઝેન્ટિવને પણ આમંત્રણ આપવામાં આવશે.