આવારાપન 2 એ પહેલા દિવસે ધમાકેદાર બિઝનેસ કર્યો

16 August, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે ભારતમાં બૉક્સ-ઑફિસ પર રળ્યા ૨૩.૪૦ કરોડ રૂપિયા, આવારાપન 3 પણ બનશે એવી ચર્ચા

ઇમરાન હાશ્મી અને દિશા પાટની

૨૦૦૭માં આવેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘આવારાપન’ના ૧૯ વર્ષ બાદ એની સીક્વલ ‘આવારાપન 2’ આખરે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી ફરી એક વાર પોતાના ચર્ચિત પાત્ર ‘શિવમ પંડિત’ તરીકે જોવા મળી રહ્યો છે. ચર્ચા છે કે  ‘આવારાપન 2’ના અંતમાં ‘આવારાપન 3’ આવવાની છે એવી હિન્ટ આપવામાં આવી છે. ‘આવારાપન 2’નો ઓપન એન્ડ દર્શાવે છે કે એની સીક્વલ પણ આવી શકે છે. 
‘આવારાપન 2’એ શુક્રવારે ૨૩.૪૦ કરોડ રૂપિયા જેટલું ઓપનિંગ ડે કલેક્શન કર્યું છે.  આ જબરદસ્ત કમાણીને કારણે ‘આવારાપન 2’ વર્ષ ૨૦૨૬ની ત્રીજી સૌથી મોટી ઓપનર બની છે. એની આગળ માત્ર ‘ધુરંધર 2’ અને ‘બૉર્ડર 2’ છે. ફિલ્મે ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ધમાલ 4’, ‘કૉકટેલ 2’ અને ‘આલ્ફા’ જેવી મોટી ફિલ્મોના પહેલા દિવસના બિઝનેસને પણ પાછળ છોડી દીધો છે. રિપોર્ટ પ્રમાણે આ ઇમરાન હાશ્મીની સોલો ફિલ્મ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ પણ છે. નવાઈની વાત એ છે કે ‘આવારાપન’નો લાઇફટાઇમ બિઝનેસ ભારતમાં માત્ર પોણાઆઠ કરોડ રૂપિયા જેટલો હતો.

આવારાપન 2 કેવી લાગી?

આ સવાલનો જવાાબ જાણવા માટે ઇમરાન હાશ્મી અને દિશા પાટની પહોંચ્યાં ફૅન્સની વચ્ચે

ઇમરાન હાશ્મી અને દિશા પાટનીની ‘આવારાપન 2’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ પછી દર્શકોનો પ્રતિભાવ જોવા માટે ઇમરાન અને દિશા જુહુના પીવીઆર મલ્ટિપ્લેક્સ થિયેટરમાં પહોંચ્યાં હતાં અને ફૅન્સને સરપ્રાઇઝ આપી હતી. ફૅન્સ પણ તેમને જોઈને ઉત્સાહિત થઈ ગયા હતા અને બૂમાબૂમ કરવાની શરૂ કરી દીધી હતી. સોશ્યલ મીડિયા પર ઇમરાન અને દિશાની મુલાકાતના અનેક વિડિયો જોવા મળે છે જેમાં બન્ને સફેદ રંગના આઉટફિટમાં ટ્વિનિંગ કરતાં જોવા મળી રહ્યાં છે.

emraan hashmi Disha Patani indian films latest films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood