અતરંગી રેના મ્યૂઝિક લૉન્ચ પર ફિલ્મ સાથે સલમાનના કનેક્શન અંગે ડાયરેક્ટરનો ખુલાસો

07 December, 2021 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મના એક દ્રશ્યમાં સારા એક ચાની લારી પાસે ઉભી છે જેનું નામ છે `સૈફ ચાયવાલા`. જોઇએ સારાના પપ્પા સૈફ અલી ખાન આ જોઇને શું પ્રતિભાવ આપશે.

અતરંગી રેના મ્યૂઝિક લૉન્ચ પર ફિલ્મ સાથે સલમાનના કનેક્શન અંગે ડાયરેક્ટરનો ખુલાસો

બૉલિવૂડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar), સાઉથના સુપરસ્ટાર ધનુષ (Dhanush) અને અભિનેત્રી સારા અલી ખાનની (Sara Ali Khan) ફિલ્મ અતરંગી રે (Atrangi Re) રિલીઝ થવાની તૈયારીમાં છે. સારા પહેલીવાર અક્ષય કુમાર અને ધનુષ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહી છે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે પીઢ કલાકારો સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી અને તેમના વખાણ કર્યા. હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન જ્યારે અભિનેત્રીને અક્ષય અને ધનુષ સાથે કામ કરવાના તેના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સારા અલી ખાને કહ્યું કે, `ખૂબ જ મજા આવી અને હું અક્ષય સરને ઉત્તરના થલાઈવા કહું છું કારણ કે તેમનામાં સહજતા, ઉર્જા અને એક મજાનો સ્પાર્ક છે. ધનુષ સર એક પ્રેરણા છે, તેઓ અભિનયની એક સંસ્થા સમાન છે. તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે, તે કેમેરાને એટલી આસાનીથી જાણે છે જેમ કે હું પાણીને પારખું છું. તેણે વધુમાં ઉમેર્યું હતું કે સેટ પર એક પણ દિવસ એવો નહોતો કે જેમાં મજા ન હોય કે કંઇ નવું શીખવા ન મળ્યું હોય. મારે સાતથી સાતની શિફ્ટ હોય તો હું મારા પૅકઅપ પછી પણ મૉનિટર પર ધનુષ સરના ટૅક્સ જોતી જેથી મને શીખવા મળે.

ગઈકાલે સાંજે એક ખાસ ઇવેન્ટમાં, મ્યૂઝિક મેસ્ટ્રો એ.આર. રહેમાન (A R Rahman), ગાયકો અને સંગીતકારો ઓલ-બ્લેક લૂકમાં પહોંચ્યા હતા કારણ કે ટીમ અતરંગી રેએ મુંબઈની એક હોટલમાં ફિલ્મનું સંગીત રજૂ કર્યું હતું. એક ઇવેન્ટમાં જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, રહેમાન અને તેની ટીમે તેરા રંગ, તુફાન સી કુડી સહિતની ફિલ્મના કેટલાક ટ્રેક વગાડ્યા હતા.
તેણે ફિલ્મ માટે ગીતો કેવી રીતે બનાવ્યા તે અંગે, રહેમાને કહ્યું કે તેણે દરેક કલાકારો - અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાનને ધ્યાનમાં રાખ્યીને તેમને માટે લખાયેલા ગીતનું સંગીત અપાયું છે. આનંદ એલ રાયે (Anand L Rai) કહ્યું કે મારી ફિલ્મની વાર્તા સુધી પહોંચવા માટે મને રહેમાનનું ગીત તો જોઇએ જ.

ગીતકાર ઇર્શાદ કામિલે, જેમણે આલ્બમ માટે સુંદર શબ્દોમાં વણી લીધા હતા, તેમણે રહેમાન અને તેમની કાર્યશૈલી વિશે એક રહસ્ય શેર કર્યું. તેણે કહ્યું, "તે તમને ગીતમાંથી એક ચોક્કસ શબ્દ પસંદ કરવાનું કહેશે અને પછી તે જાદુમાં વણશે. જેમ કે, મેં તેને ચકા ચક શબ્દ આપ્યો અને તમે બધાએ રિઝલ્ટ જોયું જ છે.” આનંદ એલ રાય સાથે પહેલીવાર કામ કરનારા અક્ષય તેમની સાથે ફરી ફિલ્મ રક્ષાબંધન માટે જોડાયા. અક્ષયે તેમને માટે કહ્યું કે, “તે એક બાળક જેવા છે. તે પણ અસ્વસ્થ થઈ જશે, તે રડશે, પછી તે તમારી સાથે વાત કરવાનું ય બંધ કરી દેશે અને અંતે તે નોર્મલ થઈ જશે,"
ડિજિટલ રિલીઝ થવાની તૈયારીમાં રહેલી આ ફિલ્મમાં સલમાન ખાનનું કનેક્શન પણ છે. રાયએ લોન્ચિંગ દરમિયાન તેના વિશે કહ્યું, "ટાઇટલ - અતરંગી રે - સલમાન (ખાનનું પ્રોડક્શન હાઉસ) પાસે હતું, જે તેમણે અમને કોઇપણ કચવાટ વગર આપ્યું." તેણે કહ્યું.

તમને ખબર છે કે ફિલ્મના એક દ્રશ્યમાં સારા એક ચાની લારી પાસે ઉભી છે જેનું નામ છે `સૈફ ચાયવાલા`. જોઇએ સારાના પપ્પા સૈફ અલી ખાન આ જોઇને શું પ્રતિભાવ આપશે.
સોમવારે ફિલ્મનું ગીત `રીત જરા સી` રિલીઝ થયું હતું. આ રોમેન્ટિક ગીતની શરૂઆતમાં સારા તેની અદ્ભુત લવ સ્ટોરી વિશે વાત કરી રહી છે અને ધનુષને તેની લવ સ્ટોરી સંભળાવી રહી છે. ગીતમાં ટ્રાયલ એંગલ લવસ્ટોરીનો ગજબનો કમાલ છે. ગીતના વીડિયોમાં અભિનેત્રી અભિનેતા ધનુષ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

ભૂષણ કુમાર, કલર યલો પ્રોડક્શન્સ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, અતરંગી રેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અભિનેતા અક્ષય કુમાર અને સાઉથનો સુપરસ્ટાર ધનુષ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના આગલા દિવસે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 ડિસેમ્બરે રિલીઝ થશે.

bollywood news bollywood bollywood gossips entertainment news sara ali khan