અનલૉક થતાં રણવીરે શરૂ કર્યું શૂટિંગ

22 June, 2021 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન ખૂલતાં શૂટિંગ શરૂ કરનારા ઍક્ટર્સમાં રણવીરનો પણ સમાવેશા થાય છે. તેનું પણ માનવું છે કે ઇન્ડસ્ટ્રીને ખરા અર્થમાં રીસ્ટાર્ટ કરવાની ખૂબ જરૂર છે.

અનલૉક થતાં રણવીરે શરૂ કર્યું શૂટિંગ

લૉકડાઉનમાં રાહત મળતાં રણવીર સિંહે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. જોકે એ ફિલ્મ કઈ છે એ વિશે માહિતી નથી મળી. રણવીરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેણે યલો જૅકેટ, વાઇટ ટી-શર્ટ, રેડ સ્વેટપૅન્ટ, હૅટ, ગ્લાસિસ અને માસ્ક પહેર્યાં છે. લૉકડાઉન ખૂલતાં શૂટિંગ શરૂ કરનારા ઍક્ટર્સમાં રણવીરનો પણ સમાવેશા થાય છે. તેનું પણ માનવું છે કે ઇન્ડસ્ટ્રીને ખરા અર્થમાં રીસ્ટાર્ટ કરવાની ખૂબ જરૂર છે. તે કોઈ મોટા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો છે. એની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. રણવીરની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેની પાસે ‘83’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ છે. 

bollywood news bollywood entertainment news ranveer singh