27 July, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણા ઈરાની
અરુણા ઈરાનીએ ૯ વર્ષની ઉંમરથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેલ્લા ૬ દાયકાથી વધુ સમયથી તેઓ દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. અરુણા ઈરાની લગભગ ૮ વર્ષ સુધી સોશ્યલ મીડિયાથી દૂર હતાં પણ હવે તેમણે ડિજિટલ દુનિયામાં કમબૅક કર્યું છે. હાલમાં અરુણા ઈરાનીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેમના કમબૅકની જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં પોતાની ડિજિટલ માઇક્રો-ડ્રામા સિરીઝ ‘ડોન્ટ મેસ વિથ માય ગ્રૅન્ડમા’ના શૂટિંગની ઝલક પણ શૅર કરી હતી.
પોસ્ટની કૅપ્શનમાં અરુણા ઈરાનીએ લખ્યું હતું કે ‘મને મિસ કરી? સોશ્યલ મીડિયાથી ૮ વર્ષનો બ્રેક લીધા બાદ હવે હું સત્તાવાર રીતે પાછી આવી છું. મારા કમબૅક માટે મારા નવા શોની બિહાઇન્ડ ધ સીન ઝલક કરતાં વધુ સારું શું હોઈ શકે? મને કુકુ ટીવી ઍપ પર સ્ટ્રીમ થઈ રહેલી ‘ડોન્ટ મેસ વિથ માય ગ્રૅન્ડમા’માં જુઓ. વિશ્વાસ રાખજો, આ દાદી સાથે પંગો લેવાનું કોઈ નહીં ઇચ્છે.’