ગજબનું ટ્રાન્સફૉર્મેશન

18 September, 2021 01:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અર્શદ વારસીએ તેના આગામી પ્રોજેક્ટ માટે ગજબનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે

અર્શદ વારસી

અર્શદ વારસીએ તેના આગામી પ્રોજેક્ટ માટે ગજબનું ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. જોકે આ પ્રોજેક્ટનું નામ શું છે એના વિશે ચોક્કસ માહિતી નથી આપી. પોતાનો ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તેના મસલ્સ દેખાઈ રહ્યા છે. તેનું આવું ટ્રાન્સફૉર્મેશન જોઈને તેના ફૅન્સ ખૂબ ખુશ થયા છે. કોઈએ તેને હૉટ કહ્યો તો કોઈ સુપર બૉડી કહી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્શદ વારસીએ કૅપ્શન આપી હતી કે ‘હજી ખૂબ દૂર સુધી જવાનું છે, પરંતુ મારા આગામી પ્રોજેક્ટ માટે મારે શેપમાં આવવાનું છે.’

bollywood news entertainment news arshad warsi