અક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન જણાવ્યો અર્શદ વારસીએ

09 January, 2021 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન જણાવ્યો અર્શદ વારસીએ

અર્શદ વારસી

અર્શદ વારસીએ ‘બચ્ચન પાન્ડે’ના સેટ પર અક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન કહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જેસલમેરમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં ક્ર‌િતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ અને પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે. સેટ પર અક્ષયકુમારે અર્શદનો ફોટો ક્લિક કર્યો હતો. એ ફોટોને ટ્વિટર પર શૅર કરીને અર્શદે ટ્વીટ કર્યું હતું કે ‘હું ફિલ્મનું શૂટ કરું એ પહેલાં જ ‘બચ્ચન પાન્ડે’એ મને શૂટ કર્યો હતો. વિશ્વાસ કરો, આ ફોટોને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન અક્ષયકુમારે ક્લિક કર્યો હતો અને એ પણ તેના સેલફોનથી. થૅન્ક યુ ગુરુજી.’

entertainment news bollywood bollywood news arshad warsi akshay kumar