KUTTEY:અર્જુન કપૂર, તબૂ અને રાધિકા ભજવશે મુખ્ય પાત્ર, જાણો ક્યારે થશે શૂટ શરૂ...

23 August, 2021 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

2021ના અંત સુધીમાં આ ફિલ્મનુ શૂટિંગ શરૂ થશે. આસમાને સ્કૂલ ઑફ વિઝ્યૂઅલ આર્ટ્સ, એનવાઈસીમાં ફિલ્મ મેકિંગમાં બેચલર્સની સ્ટડી કરી છે અને પિતા વિશાલ ભારદ્વાજને `7 ખૂન માફ`, `મટરૂ કી બિજલી કા મંડોલા` અને `પટાખા`માં અસિસ્ટ કરૂ ચૂક્યો છે.

અર્જુન કપૂર (તસવીર સૌજન્ય મિડ-ડે)

લવ ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સે ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત `કુત્તે`ની જાહેરાત કરી છે. આ ફિલ્મ આસમાન ભારદ્વાજના નિર્દેશનમાં આ બનતી આ પહેલી ફિલ્મ છે. ફિલ્મના ફર્સ્ટ લૂક તરીકે મોશન-પોસ્ટર રિલીઝ કરતા, નિર્માતાઓએ દર્શકો માટે એક એન્ટરટેઇન્મેન્ટ જર્નીનો વાયદોકર્યો છે. ફિલ્મમાં અર્જુન કપૂર, કોંકણા સેન શર્મા, નસીરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા, રાધિકા મદાન, શાર્દુલ ભારદ્વાજ અને તબૂ સામેલ છે.

ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટ
આસમાન અને વિશાલ ભારદ્વાજ દ્વારા લિખિલ, `કુત્તે` એક થ્રિલર છે, જે હાલ પોતાના પ્રી-પ્રૉડક્શન સ્ટેજમાં છે અને 2021ના અંતમા સુધીમાં આનું શૂટિંગ શરૂ થશે. 2021ના અંત સુધીમાં આ ફિલ્મનુ શૂટિંગ શરૂ થશે. આસમાને સ્કૂલ ઑફ વિઝ્યૂઅલ આર્ટ્સ, એનવાઈસીમાં ફિલ્મ મેકિંગમાં બેચલર્સની સ્ટડી કરી છે અને પિતા વિશાલ ભારદ્વાજને `7 ખૂન માફ`, `મટરૂ કી બિજલી કા મંડોલા` અને `પટાખા`માં અસિસ્ટ કરૂ ચૂક્યો છે.

કુત્તે પર વિશાલ ભારદ્વાજે કહ્યું આ
`કુત્તે` વિશે વાત કરતા વિશાલ ભારદ્વાજ કહે છે કે, "`કુત્તે` મારી માટે ખૂબ જ ખાસ છે કારણકે આ આસમાન સાથે મારી પહેલી પાર્ટનરશિપ છે અને હું એ જોવા માટે ઉત્સાહિત છું કે તે આની સાથે શું કરે છે. લવ ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સ પણ પહેલી વાર એક સાથે આવી રહ્યા છે અને હું આ પાર્ટનરશિપને લઈને ખૂબ જ ઉસ્તાહિત છું. કારણકે હું ફિલ્મ નિર્માણ અને મજબૂત વ્યવસાયિક સમજ પ્રત્યે લવના બહાદૂર વળણની ખરેખર પ્રશંસા કરું છું. મેં મારા સંપૂર્ણ કરિઅરમાં નસીર સાહબ, તબૂ, કોંકણા અને રાધિકા સાથે અલગ-અલગ ફિલ્મોમાં કામ કર્યું છે અને આસમાન તે બધાને એક જ ફિલ્મમાં સાથે લાવ્યો છે. હમે દર્શકોને આ ફિલ્મ દ્વારા મનોરંજક થ્રિલરને મોટા પડદા પર લાવવાનો પ્રયત્ન કરીશું."

વિશાલ ભારદ્વાજ સાથે ફિલ્મ અને તેના જોડાણ વિશે વાત કરતા લવ રંજન કહે છે, "વિશાલજી આપણા દેશના સૌથી શાનદાર ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. એક ફિલ્મ નિર્માતા તરીકે તેમની સ્ટોરી અને દ્રષ્ટિ મારી માટે વ્યક્તિગત રૂપે ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. આ મારી માટે ખૂબ જ ખુશીની બાબત છે કે મને આસમાનની ફિલ્મ માટે તેમની સાથે કામ કરવાની તક મળી રહી છે."

અંકુર ગર્ગ આગળ જણાવે છે કે, "મને એ વાતનો આનંદ છે કે `કુત્તે` દ્વારા લવ ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સ વચ્ચે પહેલી પાર્ટનરશિપ બનવા જઈ રહી છે. હું ખરેખર ભવિષ્યમાં અનેક પ્રૉજેક્ટ પર તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આ ફિલ્મમાં અદ્ભુત કલાકાર છે અને અમે તે બધાને ટીમમાં સામેલ કરીને ખૂબ જ ખુશ છીએ."

ભૂષણ કુમારે કહ્યું કે, "અમે આસમાનના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ `કુત્તે` માટે વિશાલજી અને લવ સાથે કામ કરવાને લઈને ઉત્સાહી છીએ. બે ખૂબ જ વિવિધ ફિલ્મ નિર્માતાઓની આ રચનાત્મક તાલમેલ જોવાનો રોમાંચ એક જુદો જ અનુભવ આપશે. કુત્તેની સ્ટોરી અને સ્ટારકાસ્ટ બન્ને ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મની પહેલી ઝલક રજૂ કરતા, અમે આશા રાખીએ છીએ કે દર્શકોની વધુ જાણવા માટે પ્રોત્સાહિત થશે."

`કુત્તે` લવ ફિલ્મ્સ અને વિશાલ ભારદ્વાજ ફિલ્મ્સના બેનર હેઠળ લવ રંજન, વિશાલ ભારદ્વાજ, અંકુર ગર્ગ અને રેખા ભારદ્વાજ દ્વારા નિર્મિત ફિલ્મ છે. અને ગુલશન કુમાર તેમજ ભૂષણ કુમારની ટી-સીરિઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજ કરશે અને શબ્દો ગુલઝારે લખ્યા છે.

arjun kapoor bollywood news bollywood bollywood gossips entertainment news