✕

મૈં હૂં નાની સીક્વલ આવશે?

28 September, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂરે શાહરુખ ખાનની હિટ ફિલ્મ ‘મૈં હૂં ના’ની સીક્વલ બનાવવાની માગ કરી છે. તેની પોસ્ટ પર ડિરેક્ટર ફારાહ ખાને રસપ્રદ કમેન્ટ કરતાં ચાહકોમાં ફિલ્મની સીક્વલને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

મૈં હૂં ના

 શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘મૈં હૂં ના’ આજે પણ દર્શકોની ઑલ-ટાઇમ ફેવરિટ ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મની વાર્તા, ગીતો અને સ્ટારકાસ્ટને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. હવે અર્જુન કપૂરે ફિલ્મની સીક્વલની ડિમાન્ડ કરી છે જેના પર ડિરેક્ટર ફારાહ ખાને પણ રસપ્રદ પ્રતિભાવ આપીને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.
અર્જુન કપૂરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો જેમાં તે હોટેલમાં ટીવી પર ‘મૈં હૂં ના’ જોતો જોવા મળે છે. વિડિયો સાથે તેણે લખ્યું કે ડિજિટલ યુગમાં હોટેલના ટીવી પર પોતાની ઑલ-ટાઇમ ફેવરિટ ફિલ્મ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. પોસ્ટના અંતમાં અર્જુને લખ્યું હતું કે ‘અમને જલદી ‘મૈં હૂં ના’ની સીક્વલ જોઈએ.’ અર્જુનની પોસ્ટ પર ફારાહ ખાને તરત જ પ્રતિસાદ આપ્યો અને કમેન્ટમાં લખ્યું હતું કે ‘હાહાહા... જો કોઈ વસ્તુ દિલથી ઇચ્છો... અર્જુન કપૂર, લવ યુ.’
ફારાહના આ જવાબ બાદ ચાહકો હવે માનવા લાગ્યા છે કે કદાચ ‘મૈં હૂં ના’ની સીક્વલને લઈને કંઈક નવું બની રહ્યું છે. 

main hoon na arjun kapoor Shah Rukh Khan indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood