80 વર્ષના અર્જુન કપૂરનો લુક જોઈને ઈમ્પ્રેસ થઈ બહેન જાન્હવી કપૂર

17 July, 2019 02:58 PM IST  | 

80 વર્ષના અર્જુન કપૂરનો લુક જોઈને ઈમ્પ્રેસ થઈ બહેન જાન્હવી કપૂર

80 વર્ષના અર્જુન કપૂરનો લુક

આજકાલ બોલીવુડ સેલિબ્રિટિઝ પર ઘરડા થવાનો ક્રેઝ છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર પછી હવે અર્જુન કપૂરે પોતાના ઘરડા લૂકનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. અર્જુન કપૂર 80 વર્ષના લૂકમાં પણ ડેશિંગ લાગી રહ્યો છે. ફોટો પોસ્ટ કર્યા પછી અર્જુન કપૂરને કોમ્પલીમેન્ટ્સ મળી રહ્યાં છે.અર્જુન કપૂરની બહેન જહાન્વી કપૂર પણ ભાઈના આ લૂકને જોઈને હેરાન રહી ગઈ છે. ભાઈ અર્જુન કપૂરને પણ બહેન જ્હાન્વીએ કોમ્પલિમેન્ટ આપ્યા છે.

ફોટોમાં અર્જુન કપૂર એક કસાયેલા મજબુત ઘરડા વ્યક્તિ જેવો લાગી રહ્યો છે. અર્જુનના ચહેરા પર કરચલીઓ દેખાઈ રહી છે પરંતુ ચહેરાની રોનક એ જ કાયમ છે. લાગી રહ્યું છે 80 વર્ષે પણ અર્જુન કપૂર 60 વર્ષનો લાગશે. 80 વર્ષના લૂકમાં અર્જુન કપૂરની હેર સ્ટાઈલે પણ તેનો પીછો છોડ્યો નથી. અર્જુન કપૂરને જોઈને હોલીવુડ સ્ટાર જૉર્જ ક્લૂની યાદ પણ આવી શકે છે. આ ફોટો પોસ્ટ કરતા અર્જુન કપૂરે કેપ્શન આપ્યું હતું કે, Old age hit me like.

આ પણ વાંચો: હ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ

અર્જુન કપૂરના આ લૂકને સોશિયલ મીડિયામાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટો પર સેલેબ્રિટિઝે પર રિએક્શન આપ્યા હતાં. અર્જુનના લૂક પર ફિદા સ્ટેપ સિસ્ટર જ્હાન્વી કપૂરે લખ્યું હતું omg!,જ્યારે અર્જુન કપૂરની પહેલી કો-સ્ટાર પરિણીતિ ચોપરાને લાગે છે કે, આ લૂકમાં અર્જુન વધારે સારા લાગે છે. એક્ટ્રેસ દિયા મિર્ઝા, હુમા કુરૈશી, સંજય કપૂરે પણ અર્જુન કપૂરના લૂક પર રિએક્શન આપ્યા હતા. અર્જુન કપૂર હાલ તેની મલાયકા અરોરા સાથેના સંબંધને લઈને ચર્ચાઓમાં છે. હાલ અર્જુન પાનીપતના શૂટિંગને લઈને વ્યસ્ત છે.

arjun kapoor bollywood gossips gujarati mid-day