Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ

હ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ

17 July, 2019 02:29 PM IST |

હ્રિતિક અને ટાઈગરની ફિલ્મ War આર્કટિક સર્કલમાં શૂટ થનારી છે પહેલી ફિલ્મ

War આર્કટિક સર્કલમાં શૂટ દરમિયાનનો શોટ

War આર્કટિક સર્કલમાં શૂટ દરમિયાનનો શોટ


હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલી ફિલ્મ બની છે જે આર્કટિક સર્કલમાં શૂટ કરવામાં આવી છે. હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ વૉરમાં બન્ને સ્ટાર ધમાકેદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. પણ આર્કટિક સર્કલની અંદર શૂટ થનારી પહેલી ફિલ્મ છે. વૉરમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફ ધમાકેદાર એક્શન સિક્વન્સ કરતા જોવા મળશે. ફિલ્મમાં હ્રિતિક અને ટાઈગર ફિનલેન્ડમાં કડકડતી ઠંડી વચ્ચે આર્કટિક સર્કલમાં કાર સ્ટંટ કરશે. ભારતીય સિનેમામાં પહેલીવાર આર્કટિક સર્કલની કડકડતી ઠંડીમાં શૂટ કરવામાં આવી રહ્યું છે.

આર્કટિક સર્કલમાં શૂટ કરવા વિશે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે, કહ્યું હતું કે, અમે પહેલાથી ચોક્કસ હતા કે આ ફિલ્મ દ્વારા ભારતીય ઓડિયન્સને કંઈક નવું આપવામાં આવે. ફિલ્મમાં શૂટ કરવામાં આવેલી કાર સિકવન્સ બરફ પર કરવામાં આવેલી છે. અમારી પ્રોડક્શન ટીમને પહેલાથી કહેવામાં આવ્યું હતું કે અમે પહેલી વાર આર્કટિક સર્કલમાં ફિલ્મની એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. અત્યાર સુધી ક્યારેય આ જગ્યાએ શૂટિંગ નથી થયું. હ્રિતિક રોશન અને ટાઈગરે વૉર માટે દિલધડક સ્ટંટ જાતે જ કર્યા છે. આ દ્રશ્યો જેટલા શૂટ કરવામાં મુશ્કેલ છે એટલા જ જોવામાં રોમાંચક છે.



વૉરમાં એક્શન ડિરેક્ટર પૉલ જેનિન્ગ્સ છે જે હોલીવુડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પૉલ ધ ડાર્ક નાઈટ, શૅન એન્ડ્રૂ, જેક રિચર, ગેમ ઓફ થ્રોન્સ જેવી મોટી ફિલ્મોમાં એક્શન ડિરેક્ટર રહી ચૂક્યાં છે. આ પહેલા પણ પૉલ બરફની ચાદરો પર એક્શન સિકવન્સ શૂટ કરી ચૂક્યા છે.


આ પણ વાંચો: ક્યારે રિલીઝ થશે મુન્નાભાઈ સિરીઝની આગામી ફિલ્મ ? સંજય દત્તે કર્યો ખુલાસો

યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં હ્રિતિક કપૂર સાથે વાણી કપૂર પણ જોવા મળશે. ફિલ્મ વૉર ત્રણ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વૉર હિન્દી, તામીલ અને તેલુગુમાં રિલીઝ થશે. હ્રિતિક અને ટાઈગર સ્ટારર ફિલ્મ વૉર 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2019 02:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK