22 August, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન બિજલાની
ટીવી-ઍક્ટર અર્જુન બિજલાની નેટફ્લિક્સ પ્રોજેક્ટ ‘ચુંબક કૉલોની’ના પ્રમોશનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત થયો હોવાના રિપોર્ટ હતા. અર્જુનની ટીમે ગઈ કાલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
અર્જુન બિજલાનીની ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અર્જુન પોતાના પ્રોજેક્ટના પ્રમોશનના સિલસિલામાં ‘ઇન્ડિયન ગેમ શો’માં સામેલ થવા ગયો હતો. શૂટિંગથી પરત ફરતી વખતે તેની કારનો અકસ્માત થયો હતો. સારી વાત એ છે કે અર્જુન અને કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી અને અભિનેતા સ્વસ્થ છે. આ ઘટનાને કારણે થોડી ચિંતા થઈ હતી, પણ સારી વાત એ છે કે એમાં સામેલ તમામ લોકો સુરક્ષિત છે.’