15 April, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
નવા વર્ષની શરૂઆત સાથે ગાયક અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એ સમયે રિપોર્ટ હતા કે અરિજિત હવે ડિરેક્ટર બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
હવે માહિતી મળી છે કે અરિજિતે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મનું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા સિદ્દીકી મહત્ત્વનો રોલ ભજવી રહી છે.
અરિજિત સિંહ જે ફિલ્મથી ડિરેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરી રહ્યો છે એની વાર્તા ઘણા સમયથી તેમના મનમાં હતી. આ કારણે અરિજિતે નક્કી કર્યું કે આ વાર્તા પર તે જાતે ફિલ્મ ડિરેક્ટ કરશે અને પ્રોડ્યુસ પણ કરશે જેથી કોઈ બાહ્ય હસ્તક્ષેપ વગર પોતાની કલ્પના મુજબ ફિલ્મ બનાવી શકે. આ ફિલ્મની વાર્તા અલગ-અલગ વર્ગ અને પૃષ્ઠભૂમિમાંથી આવતા ત્રણ કિશોરોના જીવનને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે. આ ત્રણમાંથી એક છોકરીની ભૂમિકા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા સિદ્દીકી નિભાવી રહી છે.