નાગ ચૈતન્ય અને સોભિતા સાથે માણી રહ્યાં છે વેકેશન?

25 April, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમન્થા રુથ પ્રભુ સાથેના ડિવૉર્સ બાદ નાગ અને સોભિતા વચ્ચે નિકટતા વધી હોવાની ચર્ચા ચાલી હતી.

નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપલા

નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપલા હાલમાં સાથે વેકેશન માણી રહ્યાં હોય એવી ચર્ચા ચાલી રહી છે. સમન્થા રુથ પ્રભુ સાથેના ડિવૉર્સ બાદ નાગ અને સોભિતા વચ્ચે નિકટતા વધી હોવાની ચર્ચા ચાલી હતી. તેઓ બન્ને ઘણી વાર સાથે જોવા મળ્યાં હતાં. જોકે તેમણે તેમની રિલેશનશિપની ચર્ચા વિશે આજ સુધી કોઈ કમેન્ટ નથી કરી. સોભિતા અને નાગ ચૈતન્ય બન્નેએ તેમના પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ફોટો શૅર કર્યા છે. આ ફોટો જંગલ સફારીના દેખાઈ રહ્યા છે. તેમ જ બન્ને એકસરખા જ વાહનમાં બેઠેલાં જોવા મળી રહ્યાં છે. આથી બન્નેના ફૅન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે તેઓ સાથે વેકેશન માણી રહ્યાં છે.

naga chaitanya sobhita dhulipala entertainment news bollywood buzz bollywood news social media bollywood gossips