13 December, 2022 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા
બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા (Malaika Arora)ના એક્સ હસબન્ડ એક્ટર અરબાઝ ખાન (Arbaaz khan)અને જ્યોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમના બ્રેકઅપના સમાચારોએ હેડલાઇન્સ બનાવી જ્યારે જ્યોર્જિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે અને અરબાઝ માત્ર `સારા મિત્રો` છે, જો કે આ વાતની કોઈ પુષ્ટિ નથી કે બંને અલગ થઈ ગયા છે? તેમજ બંનેએ આ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. પરંતુ `મૂવિંગ ઇન વિથ મલાઈકા`ના તાજેતરના એપિસોડમાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે મલાઈકાને તેમના સંબંધો વિશે કેટલાક એવા સવાલો પૂછ્યા, જેને સાંભળીને તમે ચોંકી જશો.
આ દિવસોમાં મલાઈકા અરોરા તેના શો `મૂવિંગ ઇન વિથ મલાઈકા` (Moving In With Malaika)માં તેના જીવનના ઘણા રહસ્યો જણાવી રહી છે. જ્યારે મલાઈકાના મહેમાન કરણ જોહરે એક્ટ્રેસને ઘણા અંગત પ્રશ્નો પૂછ્યા તો કરણે મલાઈકાને પણ પૂછ્યું કે તેના બ્રેકઅપ પછી તે અરબાઝ સાથે કેવા સંબંધો શેર કરે છે? કરણના આ સવાલ પર મલાઈકાએ કહ્યું- મને લાગે છે કે અમારી વચ્ચે સારું સમીકરણ છે. અમે બંને એકબીજા સાથે પહેલા કરતા વધુ સારા છીએ.
આ પણ વાંચો:આખરે ડિવોર્સ પર બોલી Malaika Arora, કહ્યું અરબાઝે મને પ્રપોઝ...
કરણે મલાઈકાને અરબાઝ અને જ્યોર્જિયાના બ્રેકઅપની અફવાઓ વિશે પણ પૂછ્યું. જેના પર મલાઈકાએ કહ્યું કે તે અરબાઝ અને જ્યોર્જિયાના બ્રેકઅપની અફવાઓ વિશે ચોક્કસ નથી. મલાઈકાએ એમ પણ કહ્યું કે તે આ બધી બાબતો વિશે ક્યારેય અરબાઝ કે તેના પુત્ર અરહાન સાથે વાત કરતી નથી. વાતચીત ચાલુ રાખતા મલાઈકા કહે છે, `સાચું કહું તો હું આ બધા સવાલો ક્યારેય પૂછતી નથી. હું એક એવી વ્યક્તિ છું, જે મારા દીકરાને પણ નથી પૂછતી કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. આ બધું પૂછવું મને યોગ્ય નથી લાગતું. મને લાગે છે કે હું મારી રેખા પાર કરી રહી છું. હું જાણું છું કે ઘણા કપલ છૂટાછેડા પછી તેમના બાળકો પાસેથી એકબીજાના જીવન વિશે અપડેટ્સ લેતા રહે છે. પરંતુ મને આવું કરવું બિલકુલ પસંદ નથી અને મને આ બધી બાબતોથી દૂર રહેવું ગમે છે.
આ પણ વાંચો:એક્સ-હસબન્ડ સાથે રિલેશન સારા છે મલાઇકાના
અગાઉ મલાઈકાના શો મૂવિંગ ઇન વિથ મલાઈકાના પહેલા એપિસોડમાં ફરાહ ખાસ સાથે તેના છૂટાછેડા અને પહેલા લગ્ન વિશે ખુલીને વાત કરતી જોવા મળી હતી.