અભિષેક સિવાય સૌએ બચ્ચન ફૅમિલીમાં લીધી કોવિડ વૅક્સિન

03 April, 2021 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેકે વૅક્સિન લીધી છે, ફક્ત અભિષેક બાકી છે. તે શૂટિંગ કરી રહ્યો છે અને મુંબઈ આવતાં જ તે પણ વૅક્સિન લેશે. વૅક્સિન લેવાની પ્રોસેસ વિશે ડીટેલમાં બ્લૉગ લખીશ.’

અભિષેક સિવાય સૌએ બચ્ચન ફૅમિલીમાં લીધી કોવિડ વૅક્સિન

અમિતાભ બચ્ચને ગઈ કાલે કોવિડ વૅક્સિન લીધી હતી. એનો ફોટો પણ તેમણે શૅર કર્યો હતો. અમિતાભ બચ્ચનને પણ કોરોના થયો હતો અને તેઓ સાજા થઈ ગયા હતા. તેમના પરિવારમાં ફક્ત અભિષેક બચ્ચને વૅક્સિન નથી લીધી. આ વિશે બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘ફૅમિલીમાં અભિષેક સિવાય દરેકે વૅક્સિન લઈ લીધી છે. વૅક્સિન લેવાઈ ગઈ છે. બધું સારું છે. બુધવારે જ ફૅમિલી અને સ્ટાફની કોવિડ-ટેસ્ટ કરાવી હતી. રિઝલ્ટ આવી ગયું હતું અને દરેક નેગેટિવ છે. દરેકે વૅક્સિન લીધી છે, ફક્ત અભિષેક બાકી છે. તે શૂટિંગ કરી રહ્યો છે અને મુંબઈ આવતાં જ તે પણ વૅક્સિન લેશે. વૅક્સિન લેવાની પ્રોસેસ વિશે ડીટેલમાં બ્લૉગ લખીશ.’

bollywood news bollywood bollywood gossips coronavirus amitabh bachchan abhishek bachchan