18 May, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માએ ટ્રાફિકથી બચવા માટે બાઇકનો સહારો લીધો હતો.
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માએ ટ્રાફિકથી બચવા માટે બાઇકનો સહારો લીધો હતો. જોકે તેમને એ ભારે પડ્યું છે. આ માટે મુંબઈ પોલીસે તેમને દંડ ફટકાર્યો છે. આ માટે અનુષ્કાની બાઇક ચલાવનારને દસ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમ જ અમિતાભ બચ્ચન જેની બાઇક પર બેઠા હતા તેને એક હજાર રૂપિયાનો દંડ કર્યો છે. મુંબઈના રોડ પર અનુષ્કા અને અમિતાભ બચ્ચન સહિત તેમના ચાલકોએ પણ હેલ્મેટ નહોતી પહેરી. આ કારણસર સોશ્યલ મીડિયા પર તેમને ફાઇન કરવા માટે લોકોએ વિનંતી કરી હતી. આ માટે મુંબઈ ટ્રાફિક-પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમણે આ બન્ને બાઇકરને શોધીને તેમને દંડ ફટકાર્યો છે. આ માટે સિનિયર પોલીસ ઑફિસરે કહ્યું કે ‘અનુષ્કા શર્મા અને અમિતાભ બચ્ચનના બાઇકરે હેલ્મેટ ન પહેરી હોવાથી ફાઇન કરવામાં આવ્યો છે.’ પોલીસ દ્વારા આ માટેના ચલાનનો ફોટો પણ ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો છે. અનુષ્કાના બાઇકરે વધુ નિયમ તોડ્યા હોવાથી તેને દસ હજાર પાંચસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે એક હજાર રૂપિયા અમિતાભ બચ્ચનના બાઇકરને દંડ કરવામાં આવ્યો છે. નિયમ દરેક માટે સરખા હોય છે એથી મુંબઈ પોલીસે સેલિબ્રિટીઝને પણ દંડ ફટકાર્યો છે.