ઍમેઝૉન અને નેટફ્લિક્સ સાથે ૪૦૫ કરોડની ડીલ કરી અનુષ્કાએ?

26 January, 2022 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઝીરો’ બાદ અનુષ્કા મોટી સ્ક્રીન પરથી ગાયબ છે, જોકે તે તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ઍક્ટિવ છે

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ તેના પ્રોડક્શન હાઉસ હેઠળ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ સાથે ૪૦૫ કરોડ રૂપિયાની ડીલ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. ‘ઝીરો’ બાદ અનુષ્કા મોટી સ્ક્રીન પરથી ગાયબ છે. જોકે તે તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ઍક્ટિવ છે. અનુષ્કાએ તેના ભાઈ કર્ણેશ સાથે ક્લીન સ્લેટ ફિલ્મ્સની શરૂઆત ૨૦૧૩માં કરી હતી. હવે તેઓ પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ માટે આઠ પ્રોજેક્ટ લઈને આવી રહ્યાં છે. અઢાર મહિનાની અંદર તેઓ આઠ ફિલ્મ અને વેબ-શો બનાવશે. જોકે આ તમામ પ્રોજેક્ટ વિશે હજી સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી. નેટફ્લિક્સ માટે અનુષ્કાએ ઘણા પ્રોજેક્ટ બનાવ્યા છે. આ પ્લૅટફૉર્મ પર તેની ‘ચકડા એક્સપ્રેસ’ પણ આવવાની છે જે ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.

entertainment news bollywood bollywood news anushka sharma