‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ માટે પોઝ આપ્યો અનુષ્કા અને માધવને

28 November, 2021 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિઝવિટ્સ એના પહેલા બે એપિસોડ્સ ડિરેક્ટ કરશે. ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ નૉવેલને હાથમાં પકડીને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘આ ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’નું ચક્ર ફર્યું છે.

‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ માટે પોઝ આપ્યો અનુષ્કા અને માધવને

અનુષ્કા શર્મા અને આર. માધવન ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને અદ્ભુત સિરીઝ ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ માટે પોઝ આપ્યો છે. ઍમેઝૉનની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય અને ફૅન્ટસી સિરીઝ છે. હવે આ સિરીઝમાં અનુષ્કા અને આર. માધવનનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે આ શો માટે હિન્દીમાં ડબિંગ કર્યું હોય એવી ચર્ચા છે. આ સિરીઝ રૉબર્ટ જૉર્ડનની ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ નૉવેલ પર આધારિત છે, જે લોકોમાં ખૂબ ફેમસ છે. ઍમેઝૉન સ્ટુડિયોઝ અને સોની પિક્ચર્સ એને સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. બ્રિઝવિટ્સ એના પહેલા બે એપિસોડ્સ ડિરેક્ટ કરશે. ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ નૉવેલને હાથમાં પકડીને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘આ ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’નું ચક્ર ફર્યું છે. તમને બધાને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથેની અમારી આ ભાગીદારી દેખાડવા માટે આતુર છું.’
બીજી તરફ આર. માધવને પણ આ નૉવેલ હાથમાં પકડી છે અને તે ચૅર પર બેઠો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આર. માધવને કૅપ્શન આપી હતી, ‘પાછળ બેસો, કેમ કે હું તમને ‘ધ વ્હીલ ઑફ ટાઇમ’ની જર્ની પર લઈ જવાનો છું. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથેના મારા ફન કોલૅબરેશનને તમને દેખાડવા માટે સુપર-એક્સાઇટેડ છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news anushka sharma r. madhavan